Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વડિયા પર અષાઢી હેત વરસાવતા મેઘરાજા બે ઇંચ વરસાદથી ખેડૂતો ખુશ

 (ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા,તા.૫ : સમગ્ર રાજ્‍યમાં અષાઢ મહિના ની શરૂવાત થી જ વરસાદી માહોલ સર્જાતો જોવા મળ્‍યો છે. તેમાં પણ ખાસ કરીને અષાઢી બીજ થી મોરના ટહુકા સાંભળીને જાણે મેઘરાજા ચારેકોર મન મૂકી ને વરસતા હોય તેમ વડિયા માં પણ સવાર થી ધીમીધારે મેઘરાજા દ્વારા હેત વરસાવવાનું ચાલુ થયુ હતુ. સમગ્ર દિવસ દરમ્‍યાન વરસાદી માહોલ વચ્‍ચે ૫૦મિમિ (બે ઇંચ )વરસાદ થતા ચાતકની રાહે રાહ જોતા ખેડૂતો ના પાકને જરૂરિયાત સમયે પાણી મળતા ખેડૂતો પણ ખુશહાલ જોવા મળ્‍યા હતા. જોકે હજુ વડિયા સ્‍થિત ડેમમાં પાણીની આવક ના કોઈ સમાચાર જાણવા મળતા નથી.

 

(11:50 am IST)