Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાવનગરની છાપરીયાળી દૂધ ઉત્‍પાદક મંડળીની વાર્ષિક સભા

 ભાવનગર તા.૫ : શ્રી છાપરીયાળી દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લી . મુળ છાપરીયાળીની  વાર્ષિક સાધારણ સભા અને દૂધઘર અને ગોડાઉનનું ઉદ્‌ઘાટન સર્વોત્તમ ડેરીના ચેરમેન   મહેન્‍દ્રભાઈ પનોતના અધ્‍યક્ષસ્‍થાને સર્વોત્તમ ડેરીના મેનેજિંગ ડીરેક્‍ટર  એચ.આર.જોષી , મંડળીના પ્રમુખ અને સર્વોત્તમ ડેરીના ડાયરેક્‍ટર રાણાભાઇ કળોતરા , સહકાર મેનેજર બી.જે.ખેર , ડેપ્‍યુટી સહકાર મેનેજર શ્રી કે.ડી.બારૈયા અને વિશાળ સંખ્‍યામાં સભાસદો સાથે મળી હતી. જેમાં એજન્‍ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. 

જેમાં દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લી.ના દૂધ ભરતા તમામ સભાસદોને મંડળી તરફથી રૂા. ૬૦,૦૦૦ બોનસના રૂપમાં નફો વહેચવામાં આવ્‍યો હતો તથા સૌથી વધારે દૂધ આપનાર દસ નંબર આવનારને ચેરમેનના અને મેનેજિંગ ડીરેક્‍ટરના હસ્‍તે સન્‍માનિત કરાયા હતા અને બાકીના તમામ દૂધ ઉત્‍પાદકને દૂધના પ્રમાણમાં માતબર રકમ ચુકવવામાં આવી હતી. 

છાપરીયાળી દૂધ મંડળીને સર્વોત્તમ ડેરીના માધ્‍યમથી સરકાર તરફથી ૫-૫ લાખ અનુક્રમે દૂધઘર અને ગોડાઉન માટે સહાય મળેલ જેનું ઉદ્ધાટન સર્વોત્તમ ડેરીના ચેરમેન   મહેન્‍દ્રભાઈ પનોત અને મેનેજિંગ ડીરેક્‍ટર   એચ.આર.જોષીના હસ્‍તે કરવામાં આવ્‍યું . ડાયરેક્‍ટર  રાણાભાઇ કળોતરાએ સર્વોત્તમ દાણ વધારેમાં વધારે આપના પશુને ખવરાવવાની અપીલ કરેલ .  એચ.આર.જોષીએ પશુપાલન પાછળ થતા ખોટા ખર્ચાઓ ઓછા કરી આધુનિક અને વેજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા અનુરોધ કરેલ . બજારૂ   ચેરમેન  મહેન્‍દ્રભાઈ પનોતે પશુપાલનને મુખ્‍યા   ધંધા તરીકે સ્‍વીકારી શ્વેક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ લાવવા હાંકલ કરી હતી . ગાય આધારિત ઝીરો બજેટ તેમજ પ્રાકળતિક ખેતી અને પશુપાલન વિષે માહિતી આપી પશુપાલકોને પ્રોત્‍સાહિત કરી દૂધ મંડળી થકી વધારે લાભો મેળવવા હાકલ કરેલ તેમજ તમામ સભાસદોને અભિનંદન આપેલ. આભારવિધી કે.ડી. બારૈયાએ કરેલ  તથા સંચાલન સર્વોત્તમ ડેરીના સુપરવાઈઝર   આર. બી. ભાદરકાએ કરી હતી.

(11:52 am IST)