Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ધોરાજી - ઉપલેટા પંથકમાં ૫ ઇંચ સુધી વરસી જતા નિચાણવાળા વિસ્‍તારોમાં તંત્ર એલર્ટ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૫ : ધોરાજી ઉપલેટા પંથકમાં મેઘરાજાએ અવિરત કૃપા ચાલુ રાખતા અષાઢી બીજ પછીના રાઉન્‍ડમાં ધોરાજીમાં સવા ઇંચ વરસાદ સાથે ઉપલેટા પંથકમાં પાંચ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ગયા નહીં માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સાથે ધોરાજીના ડેપ્‍યુટી કલેકટરે નીચાણવાળા વિસ્‍તારોમાં સાવચેતીના પગલાના રૂપે કંટ્રોલરૂમના માધ્‍યમથી લોકોને સાવચેત કર્યા હતા.
ધોરાજીમાં મંગળવાર સવારથી ઘીરિધારે વરસાદ ચાલુ રહેતા બપોરના બે વાગ્‍યા સુધીમાં સવા અહીં જ વરસાદ નોંધાયો હતો. જયારે સિઝનનો કુલ વરસાદ ૧૧૧ મીમી નોંધાયો છે.
જયારે ધોરાજી પંથકના મોટીમારડ સુપેડી પાટણવાવ માં લાઠ ભીમોરા ઉપલેટા વિગેરે વિસ્‍તારોમાં સવાથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.લાઠ ગામના સરપંચ પૃથ્‍વીરાજસિંહ ચુડાસમાએ જણાવેલ કે લાઠ ભીમોરા વિસ્‍તારમાં એક જ દિવસમાં ૪.૩૦ ઇંચ વરસાદ નોંધાઈ ગયો હતો. અહીંથી પસાર થતી ભાદર નદીના વિસ્‍તારોમાં પણ લોકોને સાવચેત કર્યા હતા.
ધોરાજી ડેપ્‍યુટી કલેકટર જયેશ લીખીયા એ જણાવેલ કે ધોરાજી ડેપ્‍યુટી કલેકટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્‍યો છે.વરસાદને લઈ અને ધોરાજીના ડેપ્‍યુટી કલેકટર જયેશ લીખીયા એᅠ લોકોને અપીલ કરતા જણાવેલ કે લોકો ને વરસાદ ના સમયે જર્જરિત ઇમારત કે વૃક્ષો નીચે ઉભુ ના રહેવા અપીલ કરેલ.
તેમજ લોકોને નદી નાળા ના ઘમસ્‍તા પાણીના પ્રવાહમાં જીવના જોખમે પસાર ન થવા માટે પણ લોકોને અપીલ કરેલ.ᅠᅠ
ધોરાજીની ભાદર નદીના કાઠા વિસ્‍તાર અને ઉપલેટાના મોજ અને વેણુ નદીકાંઠા વિસ્‍તારના લોકોને નદીના પ્રવાહમાં ન જવા વિનંતી કરી છે.સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહીને પગલે ધોરાજી ઉપલેટાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એલર્ટ રખાયું છે. ધોરાજીમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ જયારે ઉપલેટાના લાઠᅠ ભીમોરામાં ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.

 

(11:52 am IST)