Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જુનાગઢ જીલ્લામાં સૌથી વધુ વરસાદ માણાવદરમાં: સિઝનનો ૩૯ થી ૪૦ ટકા વરસી ગયો

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. પ :.. માણાવદર પંથકમાં જૂનાગઢ જીલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. પ્રાપ્ત વિગતોનુસાર માણાવદરમાં સીઝનનો કુલ વરસાદ ૧૪ નોંધાયા બાદ આજે ર૪ કલાક દરમ્‍યાન ર ઇંચ જેટલો વધુ વરસાદ પડયો છે. જેમાં નાના ચેક ડેમો ઓવરફલો થયા છે. પાક-પાણીનો ફાયદો થયો છે.
રાત્રીના ત્‍થા દિવસ દરમ્‍યાન વરસાદ ચાલુ રહયો હતો સાંજ સુધી ચાલુ જ છે જે સીઝનનો લગભગ ૩૯ થી ૪૦ ટકા જેટલો પડી ચૂકયો છે. આજના વરસાદથી બજારના અર્થ તંત્રમાં તેજી જોવા મળી હતી. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શહેર કરતાં ઓછો વરસાદ છે.આજે ચાલુ ભારે વરસાદમાં પણ શહેરમાં એક શાકભાજી વાળો વેપાર કરવા મોજથી વેપાર કરવા નીકળ્‍યો હતો જે પેટનો ખાડો બુરવા કેટલો સંઘર્ષ કરવો પડે છે. કે ચાલુ વરસાદે પણ વેપાર બંધ નથી કરી શકતાં આખરે પરિવારના ભરણપોષણ માટે કેટલી મહેનત કરવી પડે છે. તેનું વાસ્‍તવિક ચીત્ર જોવા મળે છે.

 

(11:53 am IST)