Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કચ્‍છના બિદડા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમતાં તરૂણ ઝાડને અડી જતાં વીજ શોકથી મોત

ᅠ(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૫ : કચ્‍છના માંડવી તા.ના બિદડા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમતા ૧૪ વર્ષીય સાગર શીવજી સંઘારનું વીજ શોકથી મોત નિપજયું હતું.
મૃતક તરૂણ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો ત્‍યારે ઝાડને અડી ગયો હતો. ઝાડ સાથે વીંટળાયેલા વીજતાર ને કારણે તેને આંચકો લાગ્‍યો હતો. સાગરને તુરત હોસ્‍પિટલ લઈ જવાયો હતો પરંતુ તેનું મોત નિપજયું હતું.
મૃતકના પિતાએ પીજીવીસીએલ સામે બેદરકારીનો આક્ષેપ કરી પુત્રના મોત માટે જવાબદાર ઠેરવી છે.

 

(12:01 pm IST)