Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઉપલેટામાં સિધ્‍ધનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને રોજગાર કચેરીના ઉપક્રમે રોજગાર ભરતી મેળામાં ૩૩૩ને પ્‍લેસમેન્‍ટ

(જગદોશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૫ : શ્રી સિધ્‍ધનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા રોજગાર નિયામક કચેરીના ઉપક્રમે ઉપલેટા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.  લોઢીયા વાડી ખાતે ધો. ૧૨ પાસ, આઈટીઆઈ, ગ્રેજયુએટ તથા પોસ્‍ટ ગ્રેજયુએટ (એમ.બી. / એમ.સીએ.) પાસ થયેલ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં મહીન્‍દ્રા સીઆઇઇ, ઓરોમોટીવ લી., રવિ ટેકનોફોર્જે પ્રા.લી., પરફેક્‍ટ ઓટો સવિસેં, ગોપાલ સ્‍નેક્‍સ પ્રા.લી., સિલ્‍વર કન્‍ઝયુમર ઇલેટ્રીકલ્‍સ પ્રા.લી., ટોપકેન સીસ્‍ટમ પ્રા.લી., એલઆઇસી ઓફ ઇન્‍ડીયા, ફયુઝન માઈક્રો ફાયનાન્‍સ લી., રિલાયન્‍સ રીટેલ પ્રા.લી., રવિરાજ કન્‍ટ્રકશન જેવી નેશનલ લેવલની કંપનીઓ સ્‍થળ પરજ ઉપસ્‍થીત રહી હતી. જેમાં ૭૨૦ જેટલા ઉમેદવારોએ પોતાનું રીઝયુમ રજુ કરેલ જેમાંથી આશરે ૩૩૩ જેટલા લોકોને રોજગારીની તક ઉભી થશે.

મેળામાં નગરપાલીકા કમિશનર ડો. ધીમંત વ્‍યાસ (આઈએએસ), જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, રાજકોટના ઉદ્યોગપતી પુનીતભાઈ ચોવટીયા, જુનાગઢના મેયર ગીતાબેન પરમાર, નગરપાલીકાના પ્રમુખ મયુરભાઈ સુવા, પુર્વે કુલપતી મહેન્‍દ્રભાઈ પાડલીયા, દિનેશભાઈ અમળતિયા, નિલેશભાઇ ધડુક, વિપુલભાઇ ઠેસીયા, ઇન્‍દ્રવિજયસિંહ ચુડાસમા, હકુભા વાળા, ચેતનભાઇ દવે, કિરીટભાઈ પાદરીયા, રવિભાઈ માકડીયા, દેવેનભાઈ ધોળકીયા, દાનભાઈ ચંદ્રવાડીયા, નવનીતભાઈ પંડયા, રાજાભાઈ સુવા, જીજ્ઞેશ ડેર સહીતના આગેવાનો ઉપસ્‍થીત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ ત્રિવેદીએ કરેલ.  કાર્યક્રમ સફળ બનાવવા માટે ટ્રસ્‍ટના વિક્‍મસિંહ સોલંકી, નિલભાઈ ગોંધીયા, જગદીશ પૈડા, મનુભાઇ બારોટ, ભાવેશ સુવા, વિપુલ બારૈયા, ભાવેશ બારૈયા સહીતના સભ્‍યોએ  જહેમત ઉઠાવી હતી તેવું ટ્રસ્‍ટના પ્રમુખ  જયેશભાઇ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

(12:03 pm IST)