Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

લાઠીનો પોકસોનો આરોપી ઝડપાયો

અમરેલી લાઠી પો. સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪રર૦૧૧૦/ર૦રર, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબનો અપહરણના ગુનામાં મદદગારી કરી, નાસી જનાર આરોપીને ટોડા ગામના બસ સ્‍ટેન્‍ડ પાસેથી પકડી પાડી, પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્‍ટેશનમાં ઘનશ્‍યામ દડુભાઇ સોલંકી (ભાલીયા), ઉ.વ. ર૭, રહે. નવાગામ, તા. ગારીયાધાર ને સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર. કે. કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(4:12 pm IST)