Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સીમરણ ગામે રેતી ચોરી કરતા ૯ શખ્‍સો ઝડપાયા

અમરેલી તા. પ : સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના પાટીયાથી અમરેલી તરફ જતા થોડે આગળ આવેલ શેલ નદીના પુલ નીચે નદીના પટ્ટમાં અમુક ઇસમો લોડર, ડમ્‍પર અને અન્‍ય સાધનો વડે રેતીની ચોરી કરતા હાોની બાતમી  મળતા રેઇડ કરતા લોડર, ડમ્‍પર તથા રેતી ભરવાના સાધનો દ્વારા ગેરકાયદેસર ખનન અનેરેતી ચોરી કરતા (૧) નિલેશ પ્રતાપભાઇ રાઠોડ ઉ.૩૦રહે. વરૂડી, (ર) કિરણ કિશોરભાઇ ડાબસરા ઉ.રપ રહે. ફતેપુર, (૩) રાહુલ રાજુભાઇ સીસદાણા ઉ.૧૯ રહે.ભુવા તા.સવારકુંડલા (૪) ચેતન ભરતભાઇ બગડા ઉ.ર૧, રહે.ઓળીયા તા.સાવરકુંડલા (પ) મહેશ ધનાભઇ વસુનીયા, ઉ.રપ રહે.હાલ અમરેલી, ફતેપુર રોડ મુળ રહે.પાડલવા, તા.રાણાપુર જી.જાંબવા (મધ્‍યપ્રદેશ) (૬) બહાદુર અમરૂભાઇ ડાંગર, ઉ.૩૮, રહે. અમરેલી, સંકુલ રોડ, અમૃતનગર, શેરી નં.૩ (૭) આકાશ ભુરાભાઇ અજનાર, ઉ.૧૮, રહે. પીપળવા, તા.મોટા લીલીયા, (૮) મેહુલ કાળુભાઇ મોલાડીયા ઉ.રપ, રહે. રાજસ્‍થળી, (૯) શકિત પ્રદીપભાઇ સોરઠીયા ઉ.૩૧, રહે મોટા લીલીયા, મુળ રહે. ભાવનગર, વિદ્યાનગર, નવી પોલીસ લાઇનની બાજુમાં ને ઝડપી લીધા છે ત્‍યારે (૧) ભૌતિક નરેશભાઇ વાણીયા, રહે. મોટા લીલીયા, મુળ રહે.ભાવનગર, (ર) રમેશ વાઘજીભાઇ મકવાણા, રહે.અમરેલી, રોકડીયાપરા નાસી ગયા છ.ે

પકડાયેલ મુદ્દામાલમાં લોડર નંગ-ર કિ.રૂ.૧ર,રપ,૦૦૦ તથા ડમ્‍પર નંગ ૪ કિ.  રૂ.ર૦,૮૦,૦૦૦ તથા રેતી ચાળવાનો ચારણો નંગ ૧, કિ. રૂ.ર૦,૦૦૦ તથા રેતી ટન ૬, કિ.રૂા.૩,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૪ કિ.રૂા.ર૧,૦૦૦ તથા એક મારૂતિ સુઝુકી સ્‍વીફટ ફોર વ્‍હીલ કાર રજી. નંબર જી.જે૧૦એસી૯૪ર૦ કિ. રૂા. ૪,૦૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૩૭,૪૯,૦૦૦ નો મુદામાલ કબ્‍જે કર્યો છે.

(1:20 pm IST)