Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગોંડલના કંટોલીયા ગામે એઠવાડ પ્રશ્ને ખોડાભાઇ માટીયા ઉપર છરીથી હુમલો

રાત્રીના ડખ્‍ખો થયા બાદ ફરી આવી અમૃત ઉર્ફે અમુ ગઢવીએ છરી ઝીંકી દિધી

રાજકોટ તા. પ : ગોંડલના કંટોલીયા ગામે એઠવાડ પ્રશ્ને થયેલ ઝઘડામાં ભરવાડ યુવાન ઉપર છરીથી હુમલો થયો હતો.

પ્રાપ્‍ય વિગતો મુજબ ગોંડલના કંટોલીયા ગામે ગત રાત્રીના ખોડાભાઇ રાજાભઇ માટીયા ઉ.૭૦ ઉપર તેજ ગામના અમૃત ઉર્ફે અમુ દેવકરણ ગઢવીએ છરીથી હુમલો કરતા ખોડાભાઇને સારવાર અર્થે હોસ્‍પીટમાં ખસેડાયેલ છે.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ ઇજાગ્રસ્‍ત ખોડાભાઇના માતા તથા પત્‍નીએ શેરીમાં એઠવાડ નાંખતા ત્‍યાંજ રહેતા આરોપી અમૃત ઉર્ફે અમુ દેવકરણ ગઢવીએ ગાળો આપતા ખોડાભાઇ તથા તેનાભાઇ ઘરની બહાર દોડી આવ્‍યા હતા. અને ગાળો ન બોલવા જણાવતા ખોડાભાઇ તથા અમૃત વચ્‍ચે ઝપાઝપી થઇ હતી. અને પાડોશીઓ ભેગા થઇ જતા બન્નેને છુટા પાડયા હતા ત્‍યારબાદ થોડીવારમાં આરોપી અમૃત ઉર્ફે અમુએ છરી સાથે ધસી આવી ખોડાભાઇને ઝીંકી દઇ નાસી છુટયો હતો.

આ અંગે ઇજાગ્રસ્‍ત ખોડાભાઇની ફરીયાદ ઉપરથી ગોંડલ તાલુકા પોલીસે અમૃત ઉર્ફે અમુ ગઢવી સામે આઇ. પી. સી. ૩ર૬ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ. ડી.પી.ઝાલા ચલાવી રહ્યા છેે.

(1:23 pm IST)