Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પુત્રીએ ઓરમાન માતા વિરૂધ્‍ધ કરેલ સ્‍ટેની અરજીને રદ્દ કરતી જામનગરની અદાલત

હિન્‍દુ લો મુજબ મિલકતોમાં હિસ્‍સો મેળવવા વિલ ગેરકાયદે ઠરાવવા

જામનગર તા. ૫ : અત્રે ચકચારી કેસમાં ગુજ. રમણીકલાલ ટોકરશી રાજદેવ વારસદાર દરજ્જે ગોવામાં રહેતી તેની પુત્રી દ્વારા હિન્‍દુ લો મુજબ અનેક મિલકતોમાં ૧/૩ હિસ્‍સેભાગ આપવાના અને વિલ ગેરકાયદેસર ઠરાવી આપવા ઓરમાન માતા સામે કરેલ સ્‍પે. પાર્ટીશન એંના દાવામાં પુત્રીની વચગાળાની મનાઇ હુકમની અરજીને અદાલતે રદ્દ કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ગોવા ખાતે રહેતા આ કામનાવાદી છાયાબેન રમણીકલાલ રાજદેવ તે જીતેન્‍દ્ર મજીઠીયાના પત્‍ની દ્વારા જામનગર સિવીલ કોર્ટના સ્‍પે. દાવો દાખલકરીને ને દાવામાં જણાવેલ તેઓ ગુજ. રમણીકલાલ ટોકરશી તથા ગુજ. ભાનુમતી રમણીકલાલ રાજદેવની પુત્રી છે અને ગુજ . રમણીકલાલ રાજદેવની શેડયુલ -અ, બ માં જણાવેલ અનેક મિલ્‍કતનો માં હિન્‍દુ લો મુજબ વારસદાર છે અને ગુજ. રમણીકલાલ ટોકરશી રાજદેવ એ પ્રતિવાદી નં.૩ એટલે કે મીનાબેન રમણીકલાલ રાજદેવ સાથે કોઈ લગ્ન કરેલ નથી પરંતુ મીનાબેનએ મીનાબેન ભરતભાઈ શાહ છે. અને ગુજ. રમણીકલાલ ટોકરશી રાજદેવ દ્વારા મીનાબેન સાથે તેને કાયદેસર વિધી મુજબ લગ્ન કરેલ નથી તે સંજોગોમાં ગુજ.રમણીકલાલ ટોકરશી રાજદેવની તમામ મિલ્‍કતો ઉપર તેનો કોઈ હકક હિસ્‍સો થાય નહી અને મીનાબેન દ્વારા ગુજ. રમણીકલાલ ટોકરશી રાજદેવ પાસેથી પોતાના જોગનું રજી.વીલ જે કરાવેલ છે. તે માનસીક સ્‍થિતીનો ગેરલાભ લઈ વીલ કરાવી લીધેલ છે. જે વીલ ગેરકાયદેસર બીન અમલી ઠરાવી આપવા તથા ગુજ. રમણીકલાલ રાજઇવની તમામ મિલ્‍કતોમાં હિન્‍દુ લો મુજબ ૧/૩ ભાગ આપવા દાવો કરેલ હતો.

જે દાવામાં વચગાળાની મનાઈ હુકમની અરજી કરી જણાવેલ કે આ કામના પ્રતિવાદી નં.૩ મીનાબેન દાવાનો નિકાલ ન થાય તે દરમ્‍યાન શેડ્‍યુલ- અ-બ વાળી મિલ્‍કત કોઈપણ રીતે ટ્રાન્‍સફર કરે નહી કે તબદીલ કરે નહી અને અન્‍યને કબ્‍જો સોપે નહી વેચાણ કરે નહી કે વેચાણના કરારથી કે ગીરોથી મિલ્‍કતની વ્‍યવસ્‍થા કરે નહી તેવો વચગાળાનો મનાઈ હુકમ દાવાના નીકાલ સુધીની માંગણી કરેલી.

વાદીએ સત્‍ય હકીકત છુપાવીને હાલનો દાવો તથા મનાઈ હુકમની અરજી કરેલ હોય તે સંજોગોમાં વાદીની મનાઈ હુકમની મેળવવા હકકદાર થતા નથી અને પોતાના વકીલ જીતેન્‍દ્ર નાખવા દ્વારા વાદીને મનાઈ હુકમ ન મળે તે માટે પોતાની દલીલ સાથે સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરેલા જે ધ્‍યાને લઈ જામનગર બીજા એડી સીનીયર સીવીલ જજ પ્રકાશ કે. ખુબચંદાણી દ્વારા વાદી પુત્રી છાયાબેન રમણીકલાલ રાજદેવની વચગાળાની મનાઈ હુકમની અરજી રદ કરી પ્રતિવાદી નં.૩ ઓરમાન માતા મીનાબેન રમણીકલાલ રાજદેવ તરફે ચુકાદી આપેલ છે.

ઉપરોકત કેસમાં પ્રતિવાદી મીનાબેન રમણીકલાલ રાજદવ તરફે જામનગરના યુવા ધારાશાષાી જીતેન્‍દ્ર એમ. નાખવા રોકાયેલ છે.

(1:24 pm IST)