Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પોરબંદરઃ રાઇટ ટુ એજયુકેશનનો લાભ મોટા ભાગના નબળા વર્ગના વિદ્યાર્થીઓને મળતો નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૫: ખાનગી ટ્રસ્‍ટી સંચાલીત શાળા કોલેજ સરકારી નિયમો અને  તેની માર્ગદર્શન રેખાને તેમજ ન્‍યાયકોર્ટની સુચના અને માગદર્શનની અવગણના પરોક્ષ અપરોક્ષ સફેદ પુષ્‍પમાં ઢાંકી દયે છે જયારે બીજી તરફ ડોનેશન દાનની રકમ મેળવવા સંચાલકો અવનવા નુસ્‍ખા કરે છે. સરકાર સુધી રજુઆત થઇ હોવા છતા ધ્‍યાને લેવાતું નથી. ન્‍યાય  અદાલતનું માર્ગદર્શન સુચના ધ્‍યાને લેવામાં અને પાલન  કરાવવામાં ઠાગાઠૈયા કરે છે. વિદ્યાર્થીઓના વાલી પુરતા પ્રમાણમાં સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલ રાઇટ ટુ એજયુકેશનના કાયદાનો લાભ નહીવત  મેળવવા પાત્ર બનેલ છે.

જયારે ડોનેશન દાન રકમ મેળવવામાં ઓછામાં ઓછી અમુક રકમ તો ડોનેશન દાનમાં આપવાની તો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને પ્રવેશ મળે ખાનગી શાળા કોલેજમાં ડોનેશન દાનની મર્યાદા નક્કી કરેલ હોતી નથી. મનસ્‍વી મનઘડત રીતે વસુલાય છે. જે વાલીઓને પોતાના સંતાનને ભણાવવા છે. કારકીર્દી બનાવવાની ધગશ છે. વ્‍યાજખોરો પાસેથી ઉંચા વ્‍યાજે રકમ લઇને અભ્‍યાસ કરાવે છે. વ્‍યાજ સહીત મુદલ રકમ વ્‍યાજ સહીત ભરાય જતા પણ તે વ્‍યાજખોરના દેવામાંથી મુકત થઇ શકતો નથી.

બીજી તરફ શાળા સંચાલકો-ટ્રસ્‍ટીઓ વિદ્યાજ્ઞાનના નામે લુંટના હાટડા દુકાન ખોલી નાખી છે. કેટલીક શાળા કોલેજ વિશિષ્‍ટ ઇતર પ્રવૃતીના નામે ફી વસુલી વાલીઓ માટે બોજ બની ગયેલ છે.

શૈક્ષણીક કાર્યની સાથે શાળા કોલેજમાં વિશિષ્‍ટ પ્રકારની ઇતર પ્રવૃતી કરવામાં આવતી હોય છે. જેની વધારાની ફી પણ વાલીઓને ચુકવવી પડે છે. પ્રાઇમરી અને માધ્‍યમીક શાળાઓમાં વિદ્યાર્થી વિદ્યાર્થીની પાસેથી શિક્ષણ સિવાય અન્‍ય ઇતર વિશેષ પ્રવૃતી કરાવવામાં આવે છે. રમત-ગમતમાં ભાગ લેવા જરૂરી વસ્‍તુઓની ખરીદી સાથોસાથ અલગ-અલગ ગૃપ મુજબ અલગથી ગણવેશ યાને યુનિફોર્મ ખરીદી તેમજ યુનિફોર્મ સપ્તાહમાં એક દિવસ અમુક શાળા કોલેજમાં પહેરવાનો હોય તો બોજ પણ વાલીઓ પર લાદવામાં આવે છે. કરજ દેવુ કરીને વાલી ખર્ચ  ઉઠાવે છે. વર્તમાન સમયમાં વાલી ફીનો બોજ સહન કરી શકતા નથી. અમુક શાળા કોલેજમાં એવો નિયમ રખાયેલ છે. જે ફરજીયાત વધારાની ફી ચુકવવી પડે છે.

વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ ભાગ લ્‍યે કે ન લ્‍યે ઉપરાંત પ્રવાસ ખર્ચ પણ વસુલાય.

બીજી તરફ પાઠપ પુસ્‍તકોમાં ર૦ ટકા ભાવ વધારો કૃત્રિમ અછત ઉભી કરી પાઠય પુસ્‍તકની કિંમત ઉપરાંત અંદાજીત ૧૦ ટકા પણ પરોક્ષ-અપરોક્ષ વસુલી લ્‍યે છેેેેેેેેેેે. જયાર નોટ બુકના ભાવ પણ આસમાને છે.

(1:25 pm IST)