Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પોરબંદરમાં ભૂગર્ભ ગટરો અને પાણીની પાઇપ લાઇન કામના મનસ્‍વી અપાતા કોન્‍ટ્રાકટ કામો ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૫: રાજય સરકાર દ્વારા કેન્‍દ્ર સરકારની મિશન સીદી હેઠળ આવેલ ગ્રાન્‍ટ ગુજરાત રાજય જળસંચય વિભાગને સોંપ્રત કરવામાં આવેલ અને રાજયસરકાર જળસિંચન વિભાગ-ગાંધીનગર પોરબંદર જળસિંચાય વિભાગને મોકલી આપી. તે અન્‍યે જળસિંચાય વિભાગ ભૂર્ગભ ગટ્ટર બનાવવા ટેન્‍ડર બહાર પાડવામા આવતા કોન્‍ટ્રાકટ કંપની દ્વારા ટેન્‍ડર ભરવામાં આવેલ. તે ટેન્‍ડરની શરત મુજબ મંજુર થયેલ ભૂર્ગભ ગટ્ટરની કામગીરી શરૂ કરવા વર્ક ઓર્ડર આપવામાં આવેલ. પરંતુ અમુક રાજકીય સ્‍થાપિત હિલોને રૂચ્‍યુ નહી. તેમજ કોન્‍ટ્રાકટ કંપનીએ જાણવા મળતી હકિકત પ્રમાણે પેટા કોન્‍ટ્રાકટર આપવા ઉત્‍સુકતા દર્શાવી નહી જેથી યેન કેન પ્રકારે રાજકીય યુકિત -પ્રયુકિત - દબાણો ઉભુ કરી આ કામ નગરપાલિકાના સુપર વિઝનમાં કમિશનથી સોંપવામાં આવેલ. નગરપાલિકા હસ્‍તક- ભૂર્ગભ ગટ્ટર-રસ્‍તા - પીવાના પાણીની પાઇપ લાઇન વિગેરેની કામગીરી રાજકીય વ્‍યકિત પરોથી અલગ અવરોધી દરમ્‍યાનગીરી ચર્ચીત દબાણથી કોન્‍ટ્રાકટ કંપનીને અપાયેલ સીધા કોન્‍ટ્રાકટ પર પાલીકાનું પ્રેસર લાવી ચર્ચીત હકિકત મુજબ મોભાદાર રાજકીય વ્‍યકિતના ઇશારે નગરપાલિકાના માધ્‍યમ અને દરમ્‍યાનગીરીથી પેટા કોન્‍ટ્રાકટ ભૂર્ગભ બનાવવાનો આપવો પડયો.

આ પેટા કોન્‍ટ્રાકટ પાસે કોઇ અનુભવનું જ્ઞાન ન હતુ. તેમજ યાંત્રિક સાધનો હતા. છતા મહત્‍વપૂર્ણ ભૂગર્ભ ગટ્ટર, રસ્‍તા વિગેરેનું કામ આપ્‍યુ, શરૂ કરવામાં આવેલ. બિન અનુભવી કોન્‍ટ્રેકટર અવૈદ્ય ટકાવારીની ચર્ચીત બોલબાલા રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારમાં નબળા કામ અંગેની સમય આંતરે થયેલ રજુઆત ફરીયાદ અન્‍વયે કોઇ તપાસ થઇ નથી કે પગલા લેવાયેલ નથી. રાજય સરકાર કેન્‍દ્ર સરકારે તટસ્‍થ એજન્‍સીને પણ તપાસ સોંપેલ નથી. ભૂગર્ભ ગટ્ટર - રસ્‍તા વિગેરેની કામ પૂર્ણ થયાનુ જાહેર કરેલ છે. પરિસ્‍થિતી ત્‍યાં તેની તે જ છે કોઇ સુધારો ફરક આવેલ નથી. જાગૃત નાગરિકો નગરસેવકોની ફરીયાદ રાજકીય પક્ષોની રજુઆત ફરીયાદ જનતા દરોડાની કોઇ અસર નથી.

ભૂગર્ભ ગટરની કામગીરી અતિશય નબળી થયાની કોંગ્રેસની અનેક રજુઆતો થયેલ. પરંતુ આગળ કાર્યવાહી થઇ ? સરકારે તપાસમાં કેટલી પ્રગતિ કરી તે હકિકત જાહેરમાં આવતી નથી. ત્‍યાં વધુ એક ફરીયાદ જાગૃત નાગરિક, સામાજિક કાર્યકર તેમજ ખારવા જ્ઞાતિના અગ્રણી અને પોરબંદર નગરપાલિકાના સબળ વિરોધ પક્ષના નેતા - જીવનભાઇ જુંગીએ નબળી કામગીરી સંબંધે ફરીયાદ પોરબંદર નગરપાલીકાના વહીવટી સરકાર નિયુકત અધિકારી ચીફ ઓફીસરને કરેલ છે તેમાં આક્ષેપ સાથે ફરીયાદમાં જણાવેલ છે કે ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો યોગ્‍ય નિકાલ નહીં થતો હોવાથી ભૂગર્ભ ગટ્ટર પાણીના હોલ ભરાય જતા ઉભરાતુ બહાર આવે છે. જાહેર રસ્‍તા પર - સાંકડી શેરીના હોલમાંથી ઉભરાય બહાર આવતુ દુર્ગધ મારતુ પાણીના કારણે મોટો રોગચાળાનો વકરવાનો ભય ફેલાયેલો છે.ખારવાવડ વિસ્‍તારમાં ભૂગર્ભ ગટરમાં બહાર આવે છે. નબળી કામગીરી થયેલ છે. મેઇન હોલમાં લેવલ પણ બરોબર નથી. ગંદકીથી ખદબદે છે નગર પાલિકાને એવડુ જીવનભાઇ ગંભીરતા સાથે રજુઆતમાં જણાવેલ કે ચોમાસાની ઋતુ સક્રિય બની છે જાહેર રાજમાર્ગો - શેરી ગલ્લીઓના રસ્‍તામાં ગટ્ટર દુર્ગધ મારતુ પાણી બહાર ખાબોચિયામાં ભરાય રહેતુ હોવાથી મચ્‍છર જન્‍ય રોગ અન્‍ય ઝેરી જીવજંતુના ઉપદ્રવથી તેમજ કિચડનું સામાન્‍ય નગરપાલિકાના વહીવટી તંત્રની બેદરકારીથી પાણી નિકાલ થતો નથી. અવારનવાર સમસ્‍યા ઉભી રહે છે.

 નાગરિકો કે નગરસેવકો રાજકીય પક્ષો, પક્ષીને જનહિતાર્થે ગમે તેટલી જાગૃતિ દાખવી સરકારમાં રજુઆત કરે પરંતુ સરકારમાં જવાબદારો આશ્‍વાસન સિવાય કોઇ આવશે નહિ, પગલા લેવા હુકમ કરશે જવાબદારી મુકત રહેશે પણ અમલ માટે ??? કેટલાક સમયથી ફરીયાદ રજુઆત થાય છે આશ્‍વાસનરૂપ સરકારમાં વિશ્‍વાસનું વાતારવણ જળવાય તેવુ કોઇ પગલુ લેવામાં આવેલ છે નથી કે જેનાથી જનતાને રાહત રહે.

(1:28 pm IST)