Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ખંભાળિયાઃ નંદીના પગમાં જાડી દોરી બાંધી મારી નાખવા કાવતરંુ

ખંભાળિયા તા.પ : રખડતા નંદીને મારી નાખવા માટે કોઇ તત્વોએ કારસો ઘડીને નંદીને પકડીને તેના પગમાં જાડી દોરીઓ બાંધીને તેના પર પ્રેસર આવે તેમ રાખતા નંદી ચાલે ત્યારે તેના પગમાંથી લોહી નીકળે અને આ રીતે લોહી વહેવાથી ધીરે ધીરે તે મૃત્યુ પામે તેવો કારસો કોઇ તત્વો કર્યો હતો.

આવો એક નંદી ચારે પગમાંથી લોહી નીકળતો પડયો હોવાની જાણ થતાં ખંભાળિયા એનિમલ કેર્સ ગ્રુપના દેસુરભાઇ ધમા તથા સ્વયંસેવકોએ ડોકટરી સારવાર આપીને આ નંદીને દોરા પગમાંથી કાપીને દુઃખ મુકત કર્યો હતો.

(2:03 pm IST)