Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જામનગરમાં દુકાનમાં ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા : ૯ ગુન્હામાં સામેલ છે

જામનગર, તા. પ :  સીટી બી ડીવી પો. સ્ટે. ભાગ અ. ગુ.ર.નં. ૧૧ર૦ર૦૯રર૦૯૭પ/ર૦રર આઇ.પી.સી. કલમ ૩૮૦,૪પ૪,૪પ૭ મુજબનો ગુન્હો મુજબ અંબર ચોકડી બંગ્લા પાસે કે. કે. ફુટવેર નામની દુકાન ખાતે બનેલ આ કામે ફરીયાદી દીનેશભાઇ ગીરધરલાલ ચંદ્રન રહે. જામનગર વાળાની ફરીયાદ અનુસાર દુકાનમાં કબાટ ૩૯,પ૦૦/- ચોરી કરી લઇ જઇ ગુન્હો કરતા ફૂટેજ પરથી બે ઇસમો શંકાસ્પદ જોવામાં આવતા બન્ને શકદારોના ફોટાઓ લઇ બાતમીદારોને ફોટાઓ બતાવી શંકાસ્પદ ઇસમોવાળી આવ્યે જાણ કરવા સમજ કરેલ હતી.

દરમ્યાન પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા હિતેશભાઇ સાગઠીયાને હકિકત મળેલ કે ઉપરોકત બંને શંકાદારી લાલો ભીલ અને તેનો મિત્ર અનિલ દેવીપૂજક છે અને તેથી હાલ ગાંધીનગર બુકબોન્ડ ગ્રાઉન્ડ પાસે બાવળની કાંટમાં ચોરી કરેલ રોકડ રૂપિયાની ભાગ બટાઇ માટે એકઠા થયેલ છે જે આધારે ઉપરોકત નામ ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા તેમના ફોટાઓ તથા ગુન્હાહિત ઇતિહાસ મળી આવેલ તેમજ હકિકતવાળી જગ્યાએ જતા બે ઇસમો શંકાસ્પદ હાલતમાં લેતી દેતી કરતા હોય જેઓના ચહેરા સી.સી.ટી.વી. ફુટેજ તથા ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં જોવામાં આવેલ ફોટાઓ સાથે મળતા આવતા હોય તુરત જ બન્ને આરોપીઓ (૧) લાલો સોમાભાઇ ભીલ (ઉવ.ર૯) રહે. પુનીતનગર, આશાપુરા માતાજીના મંદિર પાસે, રતુભાની ઓરડીમાં તથા નં. (ર) અનિલ કાકુભાઇ ભોણીયા (ઉ.વ.ર૮) રહે. પુનીતનગર, આશાપુરા માતાજીના મંદિર પાસે, રતુભાની ઓરડીમાં, જામનગર વાળાઓને પકડી પાડી બંન્નેની અંગઝડતી કરતા રોકડા રૂપિયા ૩૭,ર૬૦/- તથા ડુપ્લીકેટ આધારકાર્ડ મળી આવેલ જે બાબતે યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા બન્નેને અંબર ચોકડી પાસે કે. કે. ફૂટવેર નામની દુકાનની પાછળની બારી તોડી અંદર પ્રવેશી કબાટમાં રહેલ રોકડા રૂપિયા તથા આધારકાર્ડની ચોરી કરેલ તે હોવાનું જણાવતા ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા ૩૭,ર૬૦/- તથા ડુપ્લીકેટ આધારકાર્ડ કબ્જે કરેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. કે.જે. ભોયે તથા પો. સબ. ઇન્સ. સી.એમ. કાંટેલીયા, એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, યુવરાજસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, હિતેશભાઇ સાગઠીયા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:41 pm IST)