Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જામનગરમાં ૧૦૭ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝબ્બે

નશાકારક કેફી પીણાની ર૦ બોટલ રિક્ષામાંથી કબ્જે

જામનગર, તા. પ :  જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો. ઇન્સ. કે.કે. ગોહીલના માર્ગદશન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો. સ.ઇ. આર.બી. ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પ્રથમ રેઇડમાં એલ.સી.બી. સ્ટાફના પો. કોન્સ. કિશોરભાઇ પરમાર તથા પોલીસ હેડ કોન્સ. ધાનાભાઇ મોરી તથા વનરાજભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા ઉ.વ.૩પ ધંધો મંજુરી રહે. હર્ષદમીલની ચાલી મહાવીરનગર મેઇન રોડ બાઇની વાડી પાસે વાળાએ આવાસમાં ભાડે  રાખેલ મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૭ કિ. રૂા. ૩૪,૮૦૦ તથા મોબાઇલ ફોન નં. ૦ર કિ. રૂા. ૧૦,૦૦૦/- મળી કુલ કિ. રૂા. ૪૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા રાકેશભાઇ ચૌહાણ એ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ કોન્સ. અશોકભાઇ સોલંકીએ કાર્યવાહી કરેલ છે અને આ દારૂનો જથ્થો રાજુભાઇ રહે. ચોટીલા વાળાએ આપેલ હોય જેમની તપાસ ચાલુ છે.

બીજી રેડઇડમાં એલ.સી.બી. સ્ટાફના પો. હેડ કોન્સ. અશોકભાઇ સોલંકી તથા ઘનશ્યામભાઇ ગુજરીયા કોળી (ઉ.વ.૩૯) ધંધો મજુરી હે. રણજીતસાગર રોડ મહાવીર સર્કલ પ્રણામી ટાઉનશીપ શેરી નં. ૩ જામનગર વાળાના દારૂની બોટલ નંગ-ર૦ કિ. રૂા. ૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો. કોન્સ. કિશોરભાઇ પરમારને ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ કોન્સ. ધાનાભાઇ મોરીએ કાર્યવાહી કરેલ છે અને આ દારૂનો જથ્થો જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે. હર્ષદમીલની ચાલી મહાવીરનગર મેઇન રોડ બાઇની વાડી પાસે જામનગર વાળાએ આપેલનું જણાવેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. કે.કે. ગોહિલની સુચનાથી પો.સ.ઇ. આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખટ્ટી,  શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્ર સિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

ગુબાલનગર, રવિરાજ પાન પાસે રોડ ઉપર વોચમાં રહી યુવરાજસિંહ બળુભા સોઢા રહે. જામનગર વાળા પાસેથી શંકાસ્પદ નશાકારક કેફી પીણુ ૅધ્ખ્ન્પ્ચ્ઞ્ ણ્ખ્લ્ખ્સ્ખ્ ખ્લ્ખ્સ્ખ્-ખ્ય્ત્લ્ણ્વ્ખ્ ની કુલ ર૦૦ બોટલો કુલ કિ. ૩૦ હજાર નો મુદ્દામાલ પકડી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સટેબલ રાજેશભાઇ મકવાણાએ જાહેરાત આપતા આસી. સબ ઇન્સ્પેકટર ચંદ્રસિંહ જાડેજાએ તપાસ શરૂ કરવામાં આવેલ છે.

(2:04 pm IST)