Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જૂનાગઢના પાતાપુર ગામ ખાતે ભાજપા સદસ્‍યતા અભિયાન યોજાયું

મારો પરિવાર ભાજપ પરિવારના સુત્રને સાર્થક કરી મારું ઘર ભાજપ નું ઘર પોસ્‍ટર અભિયાન અંતર્ગત ઘરે-ઘરે લગાવ્‍યા સ્‍ટીકરોઃ જિલ્લા અધ્‍યક્ષ કિરીટ પટેલના હસ્‍તે કરાયો સદસ્‍યતા અભિયાનનો પ્રારંભ

જૂનાગઢ, તા.૪: અંત્‍યોદયને અનુલક્ષી રાષ્‍ટ્રનિર્માણની નેમ સાથે શરૂ થયેલ ૅભાજપ સદસ્‍યતા અભિયાનને ગતિ આપવા આજરોજ  જૂનાગઢ તાલુકાના પાતાપુર ખાતે જુનાગઢ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ માનનીય કિરીટભાઈ પટેલ તથા ભાજપના કાર્યકરો સાથે સ્‍થાનિક લોકોનો સંપર્ક કરી પાર્ટીના સદસ્‍ય બનવા યોજાયેલ.

ભાજપા સદસ્‍યતા અભિયાન માં ૭૮ ૭૮ ૧૮૨ ૧૮૨ પર મીસ કોલ કરાવી સદસ્‍યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ દ્વારા આયોજિત પોસ્‍ટર અભિયાનમાં સહભાગી બની સ્‍ટીકરો લગાવવામાં આવ્‍યા હતા.

આ સદસ્‍યતા અભિયાન ને વેગ અપાવવા જિલ્લા ભાજપ અધ્‍યક્ષ કિરીટ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્‍ય યુવા નેતા દિનેશ મૈતર,પાતાપુર ગામના સરપંચ પરેશભાઈ ધંધુકિયા, તાલુકા પંચાયત પ્રમુખ હરિભાઈ પરમાર, ઉપસરપંચ રાજુભાઈ ઢોલરીયા, સેવા સહકારી મંડળી ના રાજુભાઈ ભાદરકા, પૂર્વ સરપંચ લખુભાઇ ધંધુકિયા, પૂર્વ મહામંત્રી કાળુભાઈ ભાદરકા, ગ્રામ પંચાયત સદસ્‍ય શ્રી હરેશભાઈ, પરેશભાઈ ઓઢાભાઈ સાથે અગ્રણી આગેવાનો ગ્રામજનો અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:52 pm IST)