Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલ નવા પોલીસ સેવા કેન્દ્રનો પ્રારંભ: પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે ખુલ્લું મૂક્યું

જુના જમાના માં પોલીસ સાઇકલ પર પેટ્રોલિંગ કરતા હતા.. અને ક્રાઇમ અટકતો.. પોલીસ સ્ટેશન માં પોલીસ ની હાજરી તો ખરી પણ પેટ્રોલિંગ ખુબ જ જરૂરી છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ :  કચ્છના બંદરીય શહેર મુન્દ્રા મધ્યે બારોઈ રોડ ઉપર નવા પોલીસ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે મુન્દ્રા બારોઇ નગરપાલિકા ના પ્રમુખ કિશોર સિંહ પરમારે જણાવ્યું હતું કે, પોલીસ પ્રજા નો મિત્ર છે એ સૂત્ર સાર્થક થયું છે. પોલીસ સ્ટેશનના કારણે બારોઇ રોડ પર ટ્રાફિક નો પ્રશ્ન હલ થશે તેમણે મુન્દ્રા પી આઈ હાર્દિક ભાઈ ત્રિવેદી ને શુભેચ્છાઓ આપીને મુન્દ્રા માં સીસી ટીવી કેમેરા લગાવવા અંગે વાત કરી હતી..

આ પ્રસંગે પોલીસ સેવા કેન્દ્ર ના દાતા સુરેશ ભાઈ ઠક્કર અને મહેન્દ્ર ભાઈ ઠક્કર તેમજ સુરેશ સોધમ ને પ્રમાણપત્ર આપી એસ પી સૌરભ સિંઘ એ સન્માન કર્યું હતું..

આજના પ્રસંગે એસ પી સૌરભ સિંઘ એ જણાવ્યું કે અગાઉ લોક દરબાર માં આ પોલીસ સેવા કેન્દ્ર ની બે વર્ષ થી રજૂઆત મળી હતી.. અહીં પોલીસ ચોકી હોવી જોઈએ એવી રજુઆત હતી. બારોઈ રોડ વિકસિત એરીયા છે.. ટ્રાફિક ની સમસ્યા હતી જે આ કન્ટેઈનર પોલીસ ચોકી થી ઘણા પ્રશ્નો હલ થશે.. મુન્દ્રા પી આઈ હાર્દિક ભાઈ ત્રિવેદી ને એસ પી એ અભિનંદન પાઠવ્યા હતા..

તેમણે આ પોલીસ સેવા કેન્દ્ર ના બંને દાતા ઓને અભિનંદન પાઠવ્યા હતા...

મુન્દ્રા માં ઇન્ડસ્ટ્રીઝ ખુબ જ આવી રહી છે અને વસ્તી પણ વધી છે ત્યારે આ પોલીસ સેવા કેન્દ્ર આશીર્વાદ રૂપ સાબિત થશે.. પોલીસ બાઈક પેટ્રોલિંગ થી ક્રાઇમ થતું અટકશે.. જુના જમાના માં પોલીસ સાઇકલ પર પેટ્રોલિંગ કરતા હતા.. અને ક્રાઇમ અટકતો.. પોલીસ સ્ટેશન માં પોલીસ ની હાજરી તો ખરી પણ પેટ્રોલિંગ ખુબ જ જરૂરી છે...

 

ભુજ શહેર માં સીસી ટીવી કેમેરા લગાડવા માં આવે છે..

મુન્દ્રા માં સી સી ટીવી કેમેરા વિશ્વાસ ફેસ 2 મંજુર થઈ ગયા છે અને સી સી ટીવી કેમેરા નો મેન્ટેન્સ ખર્ચ સરકાર ભોગવશે..

તેમણે મકાન માલિકો ને ભાડુઆતો ની માહિતી પોલીસ ને આપે નહિતર કડક કાર્યવાહી ની વાત કરી હતી...

આજના પ્રસંગે મુન્દ્રા પી આઈ હાર્દિક ભાઈ ત્રિવેદી એ એસ પી સૌરભ સિંઘ નો શાલ ઓઢાળી સન્માન કર્યું હતું.. તેમજ મુન્દ્રા સુધરાઈ ના પ્રમુખ કિશોર સિંહ પરમાર અને કોસ્ટલ પોલીસ મથક ના પી એસ આઈ ગિરીશ ભાઈ વાણીયા, મુન્દ્રા પી એસ આઈ જી જે જાડેજા, નું સન્માન કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ હાર્દિક ત્રિવેદી એ જણાવ્યું હતું કે બારોઇ રોડ પર નો મુન્દ્રા પોલીસ સ્ટેશન નો આ પોલીસ સેવા કેન્દ્ર કચ્છ નો પ્રથમ સોલાર સિસ્ટમ થી સજ્જ પોલીસ સેવા કેન્દ્ર છે અને વાવાઝોડા કે વીજળી સમયે આ સોલાર સિસ્ટમ ને નુકસાન નહીં થાય.. તેમજ પોલીસ સેવા કેન્દ્ર ના પ્રાંગણ માં થ્રિડી જેવી લાગતી ટાઇલ્સ લગાડાઈ છે..

આજના પ્રસંગે મુન્દ્રા પોલીસ મથક ના સંજય સિંહ જાડેજા, મહીપતસિંહ વાઘેલા, રવજી ભાઈ આહીર, જયેન્દ્ર સિંહ ઝાલા, મથુરજી કુડેચા, તેમજ સમસ્ત પોલીસ ટીમ હાજર રહી હતી..

મુન્દ્રા સુધરાઈ ના કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, ઉપપ્રમુખ ચંડ્રિકા બેન પાટીદાર, અબ્દુલ રહીમ ખત્રી, સંજય સોની, ભાજપ ના પ્રમુખ વિશ્રામ ભાઈ ગઢવી, કુલદીપ સિંહ જાડેજા, ધમ ભા ઝાલા, ભોજરાજ ગઢવી, શક્તિ સિંહ જાડેજા, કોંગ્રેસ ના કપિલ કેસરિયા તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...

(7:28 pm IST)