Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ગ્રામીણ પંથકમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર

બાબરામાં સીમ વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા સફલ નદીમાં પૂર: નદીમાં આવેલ ચેકડેમ ઓવરફ્લો

અમરેલી જિલ્લામાં ઉપરવાસનાં ગામડાઓમાં ત્રણ ઈંચ વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. બાબરામાં સીમ વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા સફલ નદીમાં પૂર આવ્યું હતું. સારો વરસાદ થતાં સફલ નદીમાં આવેલ ચેકડેમો અવર ફ્લો થયા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી રામપરા ડેમમાં નવા નીર આવ્યાં છે.

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલા વિજપડી, ચીખલી, નવાગામ, જબુડા, ગોરાડકા છાપરી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

(11:39 pm IST)