Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કચ્છના દીનારા ગામે બનેવીએ સાળીને કુહાડી ઝીંકી

રિસામણે બેઠેલી પત્નિને ચડામણી કરતી હોવાનો ખાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: ભુજ તા.ના ખાવડા પાસે આવેલ મોટા દીનારા ગામે બનેવીએ સાળીને કુહાડી ઝીંકી દીધી હતી. પત્ની હવાબાઈ પોતાના સંતાનો સાથે માવિત્રે રહેતી હોઈ અને પોતાના ઉપર ભરણપોષણ નો કેસ કરેલ હોઈ પતિ મામદ અમીન સમા સમાધાન માટે પોતાને સાસરિયે આવ્યો હતો. ત્યાં પતિ પત્ની વચ્ચે ફરી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા મામદે પોતાની સાળી સલમા ગની કમાલ ઉપર પત્નીને ચડામણી કરતી હોવાનો ખાર રાખી માથા ઉપર કુહાડી ઝીંકી દીધી હતી. જેને પગલે સલમા ગની કમાલ ને ગંભીર ઈજા થતાં તાત્કાલિક ભુજ હોસ્પિટલમાં દાખલ કરી પોલીસ ફરિયાદ કરાઈ છે. પોલીસે આરોપી મામદ અમીન સમા, રહે. ભારાસર, ભુજની અટક કરી લીધી છે.

(10:54 am IST)