Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ધોરાજી બક્ષીપંચ મોરચા દ્વારા રાજ્યના વિજયભાઇના જન્મદિવસ નિમિતે સેવા દિવસની ઉજવણી

ધોરાજી : ધોરાજી બક્ષીપંચ મોરચા દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્ત્।ે સેવા દિવસ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીજ્ઞેશભાઈ નગરીયા ઉપપ્રમુખ દીપકભાઇ બારોટ ઉપપ્રમુખ મનોજભાઈ મકવાણા વિવેકભાઇ ગજ્જર વિજયભાઈ ગઢવી વશરામભાઈ સોલંકી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા દર્દીઓને ફ્રૂટ વિતરણની સાથે સાથે દરેક દર્દીને ૫૦ રૂપિયા સેવાકાર્યમાં આપ્યા હતા.

(11:35 am IST)