Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઉપલેટાના ચેકરિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

ઉપલેટા,તા. ૪ : ઉપલેટા કોર્ટેમાં ચેક રીર્ટનના કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.૩,૫૦,૦૦૦/- ફરીયાદીને વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો.જો આરોપી ચેક ની રકમ ચુકવે નહી તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

ઉપલેટાના એડવોકેટ જે.ડી. ચંદ્રવાડીયાએ કેસની હકીકત જણાવેલ છે કે ઉપલેટાના રહીશ હીતેષ હીરાભાઈ લોખીલએ સુરતના રહીશ તેના મીત્ર ભાવેશ પ્રાગજીભાઈ સોરઠિયાને વર્ષે-૨૦૧૮ માં રૂ.૩,૫૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ હોય જે રકમ ચુકવવા માટે ભાવેશ પ્રાગજીભાઈ સોરઠિયા એ એકસીસ બેન્કનો ચેક લખી આપેલ હોય જે ચેક ફરીયાદીએ વટાવવા માટે રજુ કરતા જે ચેક ફંડ ઈન–સફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા, ફરીયાદીએ ઉપલેટાના એડવોકેટ મારફત ઉપલેટાની કોર્ટેમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરતા જે કેસ ઉપલેટા જય.મેજી. કે.આર.ત્રીવેદીની કોર્ટમાં ચાલી જતા,તથા ફરીયાદીના એડવોકેટ ફરીયાદના સમર્થનમાં રજુ રાખેલ પુરાવા તથા સુપ્રીમ કોર્ટે તથા હાઈકોર્ટના ચુકાદાઓને  કોર્ટે માન્ય રાખી,આરોપીને ૧ વર્ષેની સાદી કેદની સજા તથા ચેકની રકમનુ વળતર ચુકવવા હુકમ કરેલ છે તથા જો આરોપી ચેકની રકમ ચુકવે નહી તો વધારાની ૩ માસની સજાનો ન્યાયીક હકમ ફરમાવેલ છે.

(11:40 am IST)