Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

બોટાદના સ્વામીના ગઢડા ગામમાં ઝેરી દવા પી લેનાર વિજયે રાજકોટમાં દમ તોડયો

ઘર કંકાસના કારણે યુવાને પગલુ ભર્યાનું ખુલ્યુ

રાજકોટ તા.૪ : બોટાદના સ્વામીના ગઢડા ગામમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેનુ રાજકોટની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સ્વામીના ગઢડા ગામમાં રહેતા વિજય ભુપતભાઇ મીઠાપરા (ઉ.રર) એ બે દિવસ પહેલા ગામમાં ઢસા રોડ પર પ્લોટીંગની બાજુમાં ઝેરી દવા પી લીધી હતી. બાદ તેને સારવાર માટે રાજકોટની લેન્ડ માર્ક હોસ્પિટલમાં ખસેડાયા હતો ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મૃતક વિજય મજુરી કામ કરતો હતો તેને સંતાનમાં એક પુત્ર છે. પત્ની સાથે ઝઘડો તા તેણે આ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ રાજેશભાઇ સોલંકીએ પ્રાથમીક કાગળો કરી બોટાદ મોલકવા તજવીજ હાથ ધરી છે.

(11:42 am IST)