Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત થતા બે સગા ભાઈઓનું હળવદના મિયાણી ગામ સમસ્ત દ્વારા સન્માન

બંને વીર જવાન ભાઈઓનું તમામ સમાજના લોકોએ સહૃદય સ્વાગત સન્માન કરી સામાજિક સમરસતાનું પણ ઉત્ત્।મ ઉદાહરણ પૂરૃં પાડ્યું

(દીપક જાની દ્વારા ) હળવદ,તા.૪: તાલુકાના મિયાણી ગામના વતની બે સગા ભાઈઓ ભારતીય સેનામાં ફરજ બજાવી દેશના સીમાળાઓની રક્ષા કરતા હતા ત્યારે વય મર્યાદાના કારણે નિવૃત થતા સમસ્ત મિયાણી ગામે ઉમળકાભેર આવકારી બંને વીર જવાન બંધુઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું હળવદ તાલુકા ના મિયાણી ગામના વતની જેઓ ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવી વય મર્યાદાના લીધે નિવૃત થતા નરસિંહભાઈ મનજીભાઈ પરમાર નિવૃત થતા તેમના માદરે વતન પરત ફર્યા હતા. તેમના સગાભાઇ મુકેશભાઈ મનજીભાઈ પરમાર પણ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી ૨ વર્ષ પહેલાં વય મર્યાદાના લીધે નિવૃત થયા હતા પરંતુ કોરોના મહામારીના કારણે તેમનું સન્માન થઈ શકયું નહોતું ત્યારે તેમના ભાઈ વયમર્યાદાના કારણે સેવા નિવૃત થતા સમસ્ત મિયાણી ગામ દ્વારા ભારતીય સેનામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને માદરે વતન પરત આવતા બંને ભાઈઓ નું સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તથા ભવ્ય સન્માન સમોરોહ નું પણ મિયાણી પ્રાથમિક શાળા ખાતે આયોજન કરાયું હતું.

 હળવદ તાલુકાનું ગૌરવ એવા અનુસુચિત જાતિ સમાજના બંને ભાઈઓનું ગામના તમામ સમાજના આગેવાનોએ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી સ્વાગત કર્યું હતું આ તકે મિયાણી શાળાના ફરજ બજાવી વર્તમાન સમયે ટિકર સરકારી શાળા ના આચાર્ય ચતુરભાઈ પાટડીયા એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું કાર્યક્રમ માં ભારત માતા કી જય , વંદે માતરમ ના નાદ થી વાતાવરણ દેશભકિતમય બની ગયું હતું આ કાર્યક્રમ માં મિયાણી ના સમસ્ત ગ્રામજનો તેમજ મિયાણી પ્રાથમિક શાળા દ્વારા અને હળવદ ભાજપ પરિવાર અને રોટરી કલબ ટીકર અને શ્રી આંબેડકર ગ્રૂપ ટીકર સ્ટાફ તેમજ ગામ ના તમામ સમાજના લોકો એ વિવિધ મોમેન્ટો અને સાલ અને ફૂલના ફૂલના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

મિયાણી શાળાના પૂર્વ શિક્ષક હસમુખભાઈ જાદવ સહિત કોરોનાના કારણે અવશાન પામનારાઓના આત્માને શાંતિ માટે ૨ મિનિટ મૌન પાળ્યું હતું કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કર્યું હતું અને કાર્યક્રમ બાદ ગામના મુખ્ય માર્ગમાં ભારત માતા કી જયના નારા સાથે રેલી નિકળી હતી ત્યારે આખું ગામ દેશભકિતના રંગે રંગાઈ ગયું હતું.કાર્યક્રમને સફળ બનાવા માટે ગામના વિકાસ કુરિયા , નિલેશ આહીર, કેતન પરમાર, ટીનેશ કુરિયા, શૈલેષ ઝીંઝુવાડિયા તેમજ મિયાણી પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:44 am IST)