Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વંથલી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે સુત્રોચ્ચાર કરી રેલી કઢાઇ

જુનાગઢ :  વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વર્તમાન ભાજપ સરકાર ની શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી સહિત તમામ ક્ષેત્રે નિષ્ફળતાઓના પરિણામે જનજીવન ખોરવાઈ જતાં અને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ ના વધતા જતાં ભાવ સામે રોષ પૂર્ણ રેલી કાઢી ભાજપ સરકારની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરાયા હતા.  આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા, જિલ્લા પ્રભારી હરિભાઈ પટેલ ની ઉપસ્થિતિ મા વંથલી તાલુકાનાં કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પાડલિયા, શહેર પ્રમુખ ઈરફાન શાહ સોહરવરદી, કોંગ્રેસ અગ્રણીઓ મુકેશભાઈ ચૌહાણ, શરદ ફળદુ, સિરાજ વાજા, રમેશ વાણવી, કારાભાઈ સિંધલ, તોસિફ અઝીઝ, અજય વાણવી, કારાભાઇ મણવર, લાખાભાઇ કારેથા, સુભાષ ડાંગર, ભરત ચાવડા, સુરેશ સોંદરવા, તાજીમ જાયરા સહિત ના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

(12:57 pm IST)