Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જેતપુર નારી ગૌરવ દિન નિમિતે ૯૩ લાખ ના વગર વ્યાજની લોનના ચેક અર્પણ કરાયા : જેતપુર જામકંડોરણા ધોરાજી ઉપલેટા ની સખી મંડળ ની બહેનો નો નારી ગૌરવદિન કાર્યક્રમ જેતપુર માં યોજાયો

નારી ગૌરવ દિન ની ઉજવણી દ્વારા બહેનો આત્મ નિર્ભર બને અને મહિલા ઓ પગભર બની ને ગૌરવ પૂર્ણ જીવન જીવે એ માટે રાજ્ય સરકારે અનેક વિધ યોજના ઓ બનાવી - રાજ્ય ની નારી શક્તિ પુરુષ સમોવડી બની આર્થિક રીતે ઘર માં મદદરૂપ થઈ ગૌરવ પૂર્ણ જીવન પ્રાપ્ત કર્યું : બહેનો સખી મંડળ માં જોડાય તે જરૂરી : ગ્રામ્ય વિસ્તારોમાં સખી મંડળ મહિલા ઓ ના આર્થિક વિકાસ નું અગ્ર માધ્યમ : રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત ભાઈ બોદર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૪ : ગ્રામ વિકાસ શહેરી વિકાસ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ના સયુક્ત ઉપક્રમે જેતપુર જામકંડોરણા ધોરાજી ઉપલેટા વિસ્તાર નો નારી ગૌરવ દિન વિશેષ કાર્યક્રમ જેતપુર પટેલ સમાજ ખાતે યોજાયો હતો જેમાં બહેનો ના ઉત્કર્ષ અર્થે વગર વ્યાજે  તેમના ધંધા રોજગાર માટે  ૯૩ લાખ ની રકમ વગર વ્યાજે લોન ના ચેક અર્પણ કરાયા હતા આ પ્રસંગે  ઉપસ્થિત રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત ભાઈ બોદર એ જણાવ્યું હતું કે નારી ગૌરવ દિન ની ઉજવણી દ્વારા બહેનો આત્મ નિર્ભર બને અને મહિલા ઓ પગભર બની ને ગૌરવ પૂર્ણ જીવન જીવે એ માટે રાજ્ય સરકારે અનેક વિધ યોજના ઓ બનાવી છે એટલેજ રાજ્ય ની નારી શક્તિ પુરુષ સમોવડી બની આર્થિક રીતે ઘર માં મદદરૂપ થઈ ગૌરવ પૂર્ણ જીવન પ્રાપ્ત કરી રહી છે 

બહેનો ને સખી મંડળ માં જોડાવવા માટે અનુરોધ કરતા  જિલ્લા પંચાયત પ્રમુખ એ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સખી મંડળ મહિલા ઓ ના આર્થિક વિકાસ નું અગ્ર માધ્યમ બન્યું છે 

આ પ્રસંગે જિલ્લા ભા જ પ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહિલા ઓ ના ઉત્કર્ષ અર્થે સરકાર દ્વારા ખૂબ સારી કામગીરી થઇ રહી છે જેના થી આર્થિક રીતે નબળા પરિવાર ની મહિલા ઓ પણ પગભર બની મોભાદાર જીવન જીવે છે

આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ કયાડા તેમજ રાજકોટ સહકારી દૂધ ઉત્પાદક સહકારી ડેરી ના ચેરમેન ગોરધન ભાઈ ધામેલીયાં એ પ્રાસંગિક પ્રવચન કરેલ અને  ઉપસ્થિત મહાનુભાવો સર્વે જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહકારી આગેવાન લલિત ભાઈ રાદડિયા સહિત મહાનુભાવો હસ્તે સખી મંડળ ની લાભાર્થી બહેનો ને વગર વ્યાજે રોજગાર માટે ની લોન ના ચેક અર્પણ કરાયા હતા

આ પ્રસંગે  પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, કુસુમ બેન સખરેલિયા, રમાંબેન મકવાણા, બિંદિયા મકવાણા  દિનકરભાઈ ગુંદરિયા, રમેશ ભાઈ જોગી, પી જી ક્યાડા  જનક ડોબરીયા, ભૂપત ભાઈ સોલંકી  આર કે રૈયાણી  સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમ માટે મામલતદાર ડી એ ગીનીયા અને તાલુકા વિકાસ અધિકારી કુંગસિયા તેમજ ચીફ ઓફિસર અશ્વિન ગઢવી એ લાયજન કરેલ હતું 

કાર્યક્રમ નું સંચાલન સહિયાગર દ્વારા થયું હતું

(4:45 pm IST)