Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીકથી બાઈક ચોરી : ત્રણ માસ બાદ ફરિયાદ નોંધાઈ

ફરિયાદીને કોરોના થતા સારવાર માટે વતન પંજાબ ગયા હોવાથી બાઈક ચોરીની ફરિયાદ મોડી નોંધાવાઇ

મોરબીમાં લક્ષ્મીનગર ગામ નજીક મની પંજાબી ઢાબા નજીકથી યુવાનનું બાઈક ચોરી થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 મળતી માહિતી મોરબીના સામાકાંઠે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહિન્દ્રસિંગ બળવતસિંહ ઠાલીવાલ ગત તા.૭-૪ ના રોજ લક્ષ્મીનગર ગામ નજીક મની પંજાબી ઢાબા નજીક ગયેલ હોય દરમિયાન તેનું મોટર સાઈકલ ડ્રીમ યુગા જીજે ૩૬ સી ૬૪૯૦ કીમત રૂ.૨૫૦૦૦ કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો ફરિયાદી મહિન્દ્રસિંગનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોય અને સારવાર લેવા માટે તે પોતાના વતન પંજાબ જતો રહ્યો હોય જેથી બાઈક ચોરી થયાની ફરિયાદ મોડી થઇ હોવાની માહિતી પોલીસ મથકેથી મળી હતી

(9:41 pm IST)