Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

નાસ્તાની લારીએ થયેલી બોલાચાલીનો ખાર રખાયો

મોરબીમાં ભરત પરમાર પર સિરાજ, સલિમ સહિતનો છરી-ધોકાથી હુમલો

રાજકોટ તા. ૫: મોરબીમાં સબ જેલ સામે વણકરવાસ-૪માં રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં ભરત ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૫) પર ઘર નજીક સિરાજ સુમરા, સલિમ તથા અજાણ્યાએ છરી-ધોકાથી હુમલો કરી ઇજાઓ કરતાં મોરબી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

ભરતનાભાઇ અજયભાઇના કહેવા મુજબ ત્રણ દિવસ પહેલા ભરતને નાસ્તાની લારીએ સિરાજ સાથે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી સિરાજ સહિતનાએ ઘર પાસે આવી હુમલો કરી દીધો હતો. મોરબી એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તાલાલામાં રૂપાબેનને પતિએ લાકડીથી માર માર્યો

તાલાલા ગીર સિદીવાસમાં રહેતાં રૂપાબેન રાજુભાઇ વાઢેર (ઉ.વ.૪૦)ને પતિએ લાકડીથી માર મારતાં તાલાલા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલાલા પોલીસને જાણ કરી હતી.

રાજકોટના કવિતાબેને ચોટીલામાં ઝેર પીધું

રૂખડીયાપરામાં રહેતી કવિતાબેન વસંતભાઇ કાચરોલા (ઉ.વ.૪૫)એ ગઇકાલે ચોટીલા મંદિર તળેટીમાં ઝેરી દવા પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:36 am IST)