Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ખેત ઉત્પાદનના અપુરતા ભાવો સહિત પ્રશ્ને ખેડૂતો કર્જવાન થયા : બળવંતભાઇ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.પ : પૂર્વ સાંસદ અને પુર્વ મંત્રી ખેડુત આગેવાન બળવંતભાઇ મણવરે જણાવેલ છે કે દેશનો ખેડૂતનું કોઇ સાંભળનાર નથી. કૃષિમંત્રીઓ મુખ્યમંત્રીઓ ખેડૂતો અને ખેતીના પ્રશ્ને કાંઇ જાણતા નથી અભ્યાસુ નથી ચિંતા કરતા નથી. ભારત એક ખેતીપ્રધાન દેશ છે. આખા દેશનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે ત્યારે ખેડૂતોના પ્રશ્ને નિષ્ક્રિયતા દેશને કંગાળ બનાવી દયે છેલ્લે ઘણા વર્ષોમાં કૃષિ માટેના કોઇ નવા ડેમ બનાવવામાં આવ્યા નથી અને જે ડેમો છે તેમા ખેડૂતોને મર્યાદીત થોડુ પાણી આપીને મોટાભાગનું પાણી શહેરોને પીવા માટે અનામત રાખવામાં આવે છે.અનિયમીત અને ઓછા વરસાદ માવઠા વાવાઝોડાને કારણે ખેતીમાં ઓછુ ઉત્પાદન થાય છે અને ઉપરથી ડીઝલ વીજળી દવા ખાતર બિયારણ સહિતના ઉંચા ભાવો માથે મોંઘી મજૂરી ચડાવી ટ્રાન્સપોર્ટીંગના ઉંચા ભાડા સહિતની બાબતો જોતા ખેડૂતોના હાથમા કાઇ આવતુ નથી અને ખેડૂતો બેંક સહકારી લોન અને ખાનગી ધીરધાર પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લઇ કર્જવાન થઇ આત્મહત્યાઓ કરી રહ્યા છે. સરકારના પેટનું પાણી હલતુ નથી તેમ બળવંતભાઇ મણવરે જણાવેલ છે.

(11:44 am IST)