Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

હળવદમાં નારી ગૌરવ દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ જ ગાયબ

કાર્યક્રમ અધુરો મૂકી અમુક નેતાઓએ ચાલતી પકડતા નારી ગૌરવ દિવસને ઝાંખપ

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૫ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્ત્।ે ૪ ઓગસ્ટના રોજ નારી ગૌરવ દિવસની ઉજવણી હળવદ એપીએમસી ખાતે કરવામાં આવી હતી પરંતુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ જ ગાયબ રહ્યા હતા જયારે ચાલુ કાર્યક્રમને અધૂરો મૂકી અમુક નેતાઓએ ચાલતી પકડતાં નારી ગૌરવ દિવસને ઝાંખપ લાગી હતી.

ગઈકાલે ૪ ઓગસ્ટના રોજ હળવદ તાલુકા કક્ષાના નારી ગૌરવ દિવસ ના કાર્યક્રમ નું હળવદ એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુરેન્દ્રનગર-વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ હતા પરંતુ કાર્યક્રમ ચાલુ થયો ત્યારથી પૂરો થયો ત્યાં સુધી ધારાસભ્યશ્રી કયાંય દેખાયા ન હતા. જયારે જિલ્લા લેવલના અને તાલુકા લેવલના પણ મોટાભાગના નેતાગણ ચાલુ કાર્યક્રમે ચાલતી પકડતાં તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઈ હતી

જયારે આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના સ્વસહાય જુથના આઠ અને મળીયા તાલુકા બે સહિત દસ સ્વસહાય મહિલાના જુથોને આત્મનિર્ભય બનાવવા મહિલા ઉત્કૃષ્ટ યોજના હેઠળ બેંકો દ્વારા સહાય લોન સંમતિ પત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહિલાઓ અને પુરુષો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એફ.એમ.કાથડ,તાલુકાના વિકાસ અધિકારી જે.એમ.પારેખ,હળવદ મામલતદાર શ્રી પરમાર, મળીયાના ટી.ડિ.ઓ આર.કે . કોઢીંયા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર,જીલ્લા ભાજપ મહામંત્રી જેશીંગભાઈ હુંબલ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિલેશભાઈ ગામી,તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા,શહેર પ્રમુખ કેતનભાઈ દવે,જીલ્લા ભાજપ મંત્રી જશુબેન પટેલ,સહિતના નેતા અને અધિકારીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

(11:44 am IST)