Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વિઠ્ઠલભાઇ રાદડિયાના જીવન-કવન ઉપર આધારીત 'સાવજનું કાળજુ' પુસ્તકને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનમાં સ્થાન

ધોરાજી : વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રજાહૃદયમાં પડેલી અમીટ છાપના લિખિત દસ્તાવેજ સમું પુસ્તક 'સાવજનું કાળજું' સર્જકશ્રી રવજી ગાબાણી દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ગુજરાતનાં લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવન-કવનના અનેક પ્રસંગો હૃદયસ્પર્શી શૈલીમાં આલેખવામાં આવ્યા છે. ફૂલ સાઈઝની આ બૂક સંપૂર્ણ સાહિત્યિક છે, જેને ZCAD પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. પ્રથમ આવૃત્ત્િ।માં જ આ બૂકની કુલ ૬૧૦૦૦(એકસઠ હજાર ) કોપી પબ્લિશ થઈ છે. ગુજરાતી ભાષામાં લખાયેલી આ બૂક ગુજરાતી ભાષામાં ૬૧૦૦૦ કોપીનો પ્રથમ આવૃત્ત્િ। માટેનો વિશ્વ રેકોર્ડ છે. જેનું વિમોચન જેતપુર જિ. રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. જેમાં રાજયના કેબિનેટ મંત્રીશ્રી જયેશ રાદડિયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રેકોર્ડની નોંધ કરવા માટે 'વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ લંડન'ના સૌરાષ્ટ્ર-કચ્છ અને દિવના પ્રમુખ શ્રી શૈલેષ બારડ, ગુજરાત સચિવ હરસુખભાઈ સોજીત્રા અને એમની ટીમે હાજર રહી 'સાવજનું કાળજું' માટે ઉપર મુજબનો વિશ્વ રેકોર્ડ નોંધી તે અંગેનું પ્રમાણપત્ર રાજયના કેબિનેટ મંત્રીશ્રી જયેશ રાદડિયાને, બૂકના લેખકશ્રી રવજી ગાબાણી અને પ્રકાશક મનીષ પટેલની હાજરીમાં એનાયત કર્યું હતું. આ તકે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ લંડન સંસ્થાના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર , ભારત ના પ્રેસિડેન્ટ શ્રી સંતોષ શુકલા , ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. (તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા -ધોરાજી)

(12:02 pm IST)