Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ગોંડલ યાર્ડમાં વેપારી મંડળ અને ટ્રક એસોસિએશન વચ્ચે 'જિસકા માલ ઉસકા હમાલ' બાબતે સમાધાન

ટેકાઇ મજુરી ચૂકવવા માટે વેપારીઓ સંમત થયા છે આ ટેકાઇની મજૂરી ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં માલ ભરવા-ઉતારવા પૂરતી જ મર્યાદિત રહેશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૫ : ગોંડલ યાર્ડમાં જણસી ઉતારવા આવતાં ટ્રક ચાલકો પાસે થી મજુરો દ્વારા વધારાની હમાલી કે ટેકાઇ લેવાતી હોય આ મુદ્દે ગોંડલ તાલુકા ટ્રક ઓનર એસોસિએશન અને યાડઁ નાં વેપારીઓ વચ્ચે મળેલી બેઠક માં પૃશ્ર્ન હલ થવા ને બદલે મડાગાંઠ સર્જતાં ટ્રક એસોસિએશન દ્વારા માલ નહીં ઉપાડી લોડીંગ બંધ કરી અનિશ્ર્ચિત મુદત સુધી હડતાલ નું એલાન કરવામાં આવ્યું હતું બુધવારે બપોર બાદ બંને વચ્ચે સમાધાન થતા યાર્ડમાં કામકાજ ફરી શરૂ થયા હતા.

આ તકે ટ્રક એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વેચાણ થયેલ માલનો નિકાલ કરવા માટે ટેકાઈ મજૂરી ચૂકવવા માટે વેપારીઓ સંમત થયા છે આ ટેકાઈની મજૂરી ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં માલ ભરવા ઉતારવા પૂરતી જ મર્યાદિત રહેશે.

(11:48 am IST)