Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કોટડાસાંગાણી તાલુકામાં ૨૫ લાખના ખર્ચે બનેલ આઇસીડીએસનું લોકાર્પણ

ખીરસરાઃ કોટડાસાંગણી તાલુકા ખાતે નવનિર્મિત રૂ. ૨૫ લાખના ખર્ચે બનેલ I.C.D.S. નું લોકાર્પણ જિલ્લા પંચાયત મહિલાબાળ અને યુવા પ્રવૃત્ત્િ। વિકાસ સમિતિ રાજેશભાઇ ચાવડા ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો..તેમજ સરકારશ્રી ના વિવિધ વિકાસ યોજના લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનો ના નાના મોટા પ્રશ્નો અને આંગણવાડી માં દ્યટતી સુવિધા અંગે જિલ્લા પંચાયત ચેરમેન પતિશ્રી રાજેશભાઇ ચાવડા એ સ્થળ પર ઉકેલ કરવામાં આવ્યા હતા. કોટડા સાંગણી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ સિંધવ એ આંગણવાડીમાં જે કુપોષિત બાળકો છે એને પોષણક્ષમ આહાર દરેક લાભાર્થી ઓ સુધી સહેલાઈથી પહોંચે તે માટે આંગણવાડી ની બહેનો ને નવભારત જે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી શ્રી દ્વારા વિકાસ ના કામો છેવાડાના ના માનવી સુધી તમામ લાભો મળે તે માટેપ્રમુખશ્રી પણ કટીબદ્ઘ છે. આંગણવાડીના કાર્યકર્તાઓએ ફરજીયાત પોષણક્ષમ આહાર દરેક બાળકો સુધી પહોંચે તેવી અપીલ કરી હતી તે માટે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નું સીધું મોનિટરિંગ કરતું રહેશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઇ સિંધવ પુર્વ ધારાસભ્ય ચંદુભાઈ વદ્યાશિયા જીલ્લા ભાજપ મંત્રી વિનુભાઈ ઠુમર કારોબારી અધ્યક્ષ ધીરુભાઈ કોરાટ તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંગાણી ન્યાય સમિતી ચેરમેન ઉજીબેન રાઠોડ ગોવિંદભાઈ રાઠોડ પુર્વ મહામંત્રી શૈલેષભાઈ વદ્યાશિયા તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઇ ડામોર મોહનભાઈ બેરાણી યશપાલસિંહ જાડેજા કિસાન મોરચા પ્રમુખ કાનજીભાઇ સાવલીયા યુવા મોરચા પ્રમુખ મોરારીદાસ દાણીધારીયા દ્યીરુભાઈ લાવડીયા ભરતભાઈ દાફડા પરેશભાઈ ભુત કલ્પેશભાઇ જાંબુકિયા મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી તેમજ આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(1:32 pm IST)