Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પ્યાસીઓનો જીવ બળી ગયો ! હળવદમાં રોલર ફેરવી દેવાયું: ૩૫૧૮૧ બોટલ દારૂનો નાશ

 (દિપક જાની દ્વારા) હળવદ : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસના હાથે ઝડપાયેલા ઇંગ્લીશ દારૂનો ગઈકાલે નાશ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ૩૫૧૮૨ દારૂની બોટલ સહિત રૂપિયા ૯૦ લાખથી વધુના દારૂ પર રોલર ફેરવી દેવાયું હતું.ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ,હળવદ પ્રાંત અધિકારી એફ.એમ કાથડ,નશાબંધીના અધિકારીઓ તેમજ હળવદ પી.આઈ પી.એ દેકાવાડિયા, પીએસઆઇ રાધિકાબેન રામાનુજ સહિતના અધિકારીઓની હાજરીમાં વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦ એમ ત્રણ વર્ષ દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂની ૩૫૧૮૨ બોટલ પર રોલર ફેરવી દેવાયું હતું.

(11:51 am IST)