Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વીરપુરમાં વેકસીનેશન કેમ્પ

વીરપુર-જલારામ : રાજય સરકારના પાંચ વર્ષ પુરા થયાના ઉજવણીના ભાગ રૂપે વીરપુર પટેલ સમાજ વાડી ખાતે રાજકોટ જીલ્લા પંચાયત પુર્વ સદસ્ય અને આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્રારા વેકસિનેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ૨૦૦ જેટલા લોકોને વેકસીન આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે મનસુખભાઈ ખાચરીયા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ તથા ગોરધનભાઈ ધામેલીયા, રાજકોટ ડેરી ચેરમેન તથા વેલજીભાઈ સરવૈયા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તથા દિનેશભાઈ વદ્યાસીયા તેમજ પુર્વ જેતપુર તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ વઘાસીયા જેતપુર ભાજપ સંગઠનનાં સદસ્યો તથા રસિક બાટવિયા તાલુકા સંયોજક સહિતના હાજર રહ્યાં હતાં. વેકસીનેશન કેમ્પ યોજાયો તસ્વીર.(તસ્વીર : કિશન મોરબીયા, વીરપુર)

(11:54 am IST)