Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઉપલેટામાં ધરણા પહેલા લલીત વસોયા સહિત ૧રની અટકાયત

કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા કાર્યવાહી

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. પ :.. રાજકોટ જીલ્લાના ઉપલેટામાં કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા તથા આગેવાનો - કાર્યકરો ધરણા કરે તે પહેલા અટકાયત કરવામાં આવી છે.

આજે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હતું. પરંતુ તે પહેલા અટકાયત કરીને કાર્યવાહી કરાઇ છે.

ઉપલેટામાં કોઇપણ સંજોગોમાં કોંગ્રેસ ધરણા ન કરે તે માટે ધારાસભ્ય લલિતભાઇ વસોયાની ઉપલેટા સરકિટ હાઉસમાંથી અટકાયત કરાઇ હતી.

કોંગ્રેસના આગેવાનો ધરણા સ્થળે પહોંચે એ પહેલા જ અટકાયત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઇ ડાંગર કોંગ્રેસના ઉપપ્રમુખ લખમણ ભોપાળામાં મંત્રી કમલેશ વ્યાસની અટકાયત કરાઇ હતી.

(12:44 pm IST)