Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પ્રેમલગ્નમાં મનદુઃખથી વેવાઇ સહિત સાત શખ્સોનો હુમલોઃ દિકરીને ઉઠાવી ગયા

જુનાગઢના મજેવડી ગામના બનાવથી સનસન્ની

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. પ : પ્રેમલગ્નના મનદુઃખથી વેવાઇ સહિત સાત શખ્સોએ હુમલો કરી દિકરીને ઉઠાવી ગયા હોવાના બનાવ જુનાગઢના મજેવડી ગામે બનતા સનસની મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી કે કે, મજેવડી ગામે રહેતા કોળી ધીરૂભાઇ બોઘાભાઇ દલસાણીયાના પુત્ર હિરાએ વંથલીના કણઝાધારના બટુક રવજીભાઇ મગન ગોહેલની પુત્રી રવિના સાથે પ્રેમલગ્ન કરેલ.

આ બાબતનું મનદુઃખ રાખી તા.૩ ની રાત્રે રવિનાના પિતા બટુકભાઇ તેમજ ભાઇ રાહુલ અને પાંચ અજાણ્યા શખ્સો હથિયારો સાથે મોટર સાયકલો પર ધીરૂભાઇની રહેણાંક વાડીએ ધસી ગયા હતા.

આ શખ્સોએ ગાળાગાળી કરીને હુમલો કર્યો હતો. અને ઝપાઝપી કરી ધીરૂભાઇની પુત્રવધુ રવિનાને બળજબરીથી ટીંગાટોળી કરી મોટર સાયકલ પર ઉઠાવી જઇ તેનું અપહરણ કરી ગયા હતા.

આ અંગે ધીરૂભાઇ દસાણીયાએ ગત રાત્રે ફરીયાદ કરતા તાલુકા પી.એસ.આઇ. પી.વી. ધોકડીયાએ તપાસ હાથ ધરી હતી.

(12:43 pm IST)