Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જુનાગઢમાં કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયોઃ આરોપીઓ નાસી છૂટયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૫: જુનાગઢ સી ડીવીઝન પોલીસે દારૂની ૩૮૪ બોટલ તથા કાર સહિત રૂ.૭,૬૩૨૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપીઓ નાસી છૂટયા હતા.

આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ શ્રી જે.જે.ગઢવી તથા એએસઆઇ એન.વી.રામ તથા એચસી બાર.બી.છેલાણા, તથા પીસી ચેતનસિંહ સોલંકી, ભગવાનજી વાઢિયા, આઝાદસિંહ સિસોદીયા, ઇદ્રજીતસિંહ ઝાલા, કરણસિંહ ઝણકાત, દીલીપભાઇ ડાંગર, ડ્રા.પો.કોન્સ નાગદાનભાઇ સિંધવ તેમજ વંથલી પો.સ્ટે.ના પીસી બાલુભાઇ બાલસ, દિનેશભાઇ, ભરતસિંહ, ખીમભાઇ, કીરીટભાઇ વગેરે પોલીસ સ્ટાફે કરેલ છે.

(12:47 pm IST)