Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સાવરકુંડલા-રાજૂલાના ર૬ મહિલા મંડળને લોન આપી નારી ગૌરવ દિનની ઉજવણી

સાવરકુંડલા : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મિશન મંગલમ યોજના અંતર્ગત નારી ગૌરવ દિનની ઉજવણી નિમિતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે સાવરકુંડલા ગ્રામ્ય, શહેરી તેમજ રાજૂલા તાલુકાના સખી મંડળ બહેનો ર૬ મંડળ એટલે કે ર૬૦ બહેનોને દરેક મંડળને રૂ. ૧,૦૦,૦૦૦ ની વગર વ્યાજની લોન વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ અનીતાબેન લલીતભાઇ બાળધા તેમજ નાયબ કલેકટર, મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફીસર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઇ ગજેરા તથા જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઇ ગૌદાણી તથા લાલભાઇ મોર તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઇ ચાવડા તથા સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન દક્ષાબેન મુકેશભાઇ મહીડા, નગરપાલિકાનાં પ્રમુખ તૃપ્તિબેન આર. દોશી તથા ગ્રામ્ય ભાજપ પ્રમુખ જયસુખભાઇ સાવલિયા તથા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ તથા મહામંત્રી વિજયસિંહ વાઘેલા તથા રાજુભાઇ નાગ્રેચા અને તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં સદસ્યશ્રીઓ તથા પદાધિકારીઓ અને માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન દીપકભાઇ માલાણી તેમજ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જયોત્સનાબેન અગ્રાવત તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સખી મંડળના બહેનો હાજર રહેલ. નારી ગૌરવ દિનની ઉજવણી સયુંકત રીતે સાથે રહી ઉજવણી કરવામાં આવી અને સખી મંડળના બહેનોને પોતાના વ્યકિતત્વનો વિકાસ કરવા શુભેચ્છા પાઠવવામાં આવી.

(12:51 pm IST)