Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

દિલ્હીમાં ૯ વર્ષની દલિત કન્યા પર ગેંગરેપ અને હત્યાના આરોપીની તાત્કાલીક ધરપકડ કરી ફાંસીની સજા આપવા જૂનાગઢ વાલ્મીકી સમાજની માંગઃ આવેદન

જૂનાગઢઃ દિલ્હીમાં ૯ વર્ષની દલિત કન્યા પર શંકાસ્પદ ગેંગરેપ અને હત્યાના મામલે દેશભરમાં ઉગ્ર આક્રોશ ફાટી નિકળ્યો છે ત્યારે જૂનાગઢ વાલ્મીકી સમાજના પૂર્વ કોર્પોરેટર મોહનભાઈ પરમાર તેમજ કોર્પોરેટર ગીતાબેન પરમાર અને જીતુભાઈ મણવર સહિતનાએ આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરી અને ફાંસીની સજા આપવાની માંગ કરી કેજરીવાલ સરકારને રદ કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવા જૂનાગઢ સફાઈ કામદાર સેલ અને વાલ્મીકી સમાજે કલેકટરશ્રીને આવેદન આપી માંગણી કરી છે તેમ મોહનભાઈ પરમારે જણાવ્યુ હતુ (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:52 pm IST)