Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વિજયભાઈએ ભુજમાં ડાયાલીસીસના દર્દીઓને મળી ખબર અંતર પૂછ્યા: સરકારની મા કાર્ડ યોજના દર્દીઓને લાભરૂપ :

લાયન્સ હોસ્પિટલમાં અત્યારસુધી ૧.૨૫ લાખ દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસ ની સારવાર મળી

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભુજ ખાતે ૧.૨૫ લાખ દર્દીના વિનામૂલ્યે ડાયાલીસીસ પૂર્ણ કરતી LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ડાયાલીસીસ સેન્ટરના મા કાર્ડના લાભાર્થી દર્દી નારણભાઇ માવજીભાઇ પાદરાને મુખ્યમંત્રીશ્રીએ પૃચ્છા કરી હતી. અહીં સરકારની મા કાર્ડ યોજના હેઠળ નિ:શુલ્ક ડાયાલીસીસનો લાભ દર્દીઓને મળી રહ્યો છે. વિજયભાઈએ પોતાની આ સંવેદના મુલાકાત દરમ્યાન ડાયાલીસીસના દર્દીઓને મળી ખબર અંતરની  પૃચ્છા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનાસભર મુલાકાતમાં અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદી, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અધિક નિવાસી કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલના ચેરમેનશ્રી ભરતભાઇ મહેતા, ડિસ્ટ્રીકટ ગવર્નર મીનાબેન મહેતા, ટ્રસ્ટી સર્વશ્રી અભયભાઇ શાહ, પ્રફુલભાઇ શાહ, કમલેશભાઇ સંઘવી, વિપુલભાઇ જેઠી, અજીતસિંહ રાઠોડ, અનુપમભાઇ કોટક, શૈલેષભાઇ માણેક અને શૈલેષભાઇ ઠકકર, રજનીભાઇ, અકબાનીભાઇ, વ્યોમાબેન મહેતા, મુકેશભાઇ ચંદે, રશ્મિકાંતભાઇ મહેતા, હોસ્પિટલ સ્ટાફ સાથે ઉપસ્થિત રહયા હતા.

(1:23 pm IST)