Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના ભુજીયા ડુંગર સ્થિત સ્મૃતિ વનની લીધી મુલાકાત

મુખ્યમંત્રીએ ભૂકંપના દિવંગતોની સ્મૃતિમાં નિર્માણાધીન ભુજના સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરી મુલાકાતીઓ માટે ઊભી થઈ રહેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું

ભુજ:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ભુજ સ્થિત ભુજીયા ડુંગરમાં નિર્માણાધીન સ્મૃતિવનની મુલાકાત લઇ સ્મૃતિ વનમાં હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો અને મુલાકાતીઓ માટે ની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

  કચ્છના ૨૦૦૧ના ભૂકંપના દિવંગતોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી થઈ રહ્યું છે .
 ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના સંકલનમાં વિવિધ સુવિધાઓ સ્મૃતિવનના ૪૭૦ એકર જગ્યામાં ઉભી થનાર છે.
મુખ્યમંત્રીએ  જે પૈકી૧૭૫  એકરમાં ઉભી થયેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્મૃતિ વનમા મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યું છે .જેમાં ત્રણ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. મ્યુઝિયમ સંકુલમાં ૨૩૫ બેઠક વ્યવસ્થાની ક્ષમતા સાથે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે  .અહીં મુખ્ય મંત્રીશ્રીએ સ્મૃતિ વન આધારિત ફિલ્મ નિહાળી હતી.
    સ્મૃતિ વનની મુલાકાત પૂર્વે મુખ્ય મંત્રીએ ભુજ કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લાના પ્રવાસન અને વિકાસ લક્ષી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી .જેમાં સ્મૃતિ વનનાવિકાસ લક્ષી પ્રોજેકટ ની માહિતી થી વાકેફ થઇ મુલાકાતીઓ લક્ષી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય મંત્રીની મુલાકાત વેળાએ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંલગ્ન અધિકારીઓ, કલેકટર પ્રવિણા ડી.કે, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:52 pm IST)