Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કચ્છના ગાંધીધામમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને મોરબી

સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા વાડી વિસ્તારમાંથી ઝડપી લીધો

કચ્છના ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકમાં સગીરા અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા વાડી વિસ્તાર ખાતેથી ઝડપી લીધો છે
  મોરબી જીલ્લા પોલીસની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકમાં સગીરા અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઇમરાન ઈબ્રાહીમ કટિયા રહે કીડાણા તા. ગાંધીધામ વાળો અને ભોગ બનનાર વિસીપરા વાડી વિસ્તાર ખાતે હોવાની બાતમીને પગલે ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી ઇમરાન કટીયા અને ભોગ બનનાર મળી આવતા આરોપીને ગાંધીધામ પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરી છે
  આ કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ વી એલ પટેલ, પીએસઆઈ એલ એન વાઢીયા, ભગવાનભાઈ ખટાણા, વનરાજભાઈ ચાવડા, દેવસીભાઈ મોરી સહિતની ટીમ જોડાયેલ હતી

(6:48 pm IST)