Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

માળિયા ( મી) સગાભાઈને ઠપકો આપતા પાંચ શખ્સોએ હત્યાનો પ્રયાસ કર્યો

માળીયાના વાવણીયા ગામે મોટા કોળીવાસના ચોકમાં સગાભાઈએ ઠપકો આપતા સગાભાઈ સહિતના પાંચ શખ્સોએ મળીને વૃદ્ધને માર મારી છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ માળિયાના વાવણીયા ગામે રહેતા માવજીભાઈ જીવાભાઈ મોરવાડિયા આરોપી સવજીભાઈ માવજીભાઈના સગાભાઈ થતા હોય જેને ફરિયાદી માવજીભાઈએ ઠપકો આપતા આરોપી સવજીભાઈ જીવાભાઈ તથા રવિભાઈ સવજીભાઈ સાથે ઝધડો થતા ગાળો બોલો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સવજીભાઈ જીવાભાઈએ ફોન કરી આરોપી મનસુખભાઈ મેરૂભાઈ થરેસા, નવઘણભાઈ બાબુભાઈ થરેસા અને રાજુભાઈ બાબુભાઈ થરેસાને બોલાવતા તેને આવી આરોપી સવજીભાઈનો પક્ષ લઇ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગાળો આપતા સાહેદ બાવલાભાઈ એ ગાળો આપવાની નાં પાડતા આરોપી મનસુખભાઈ થરેસાએ સાહેદ બાવલાભાઈને પકડી રાખી આરોપી રાજુભાઈ તથા નવઘણભાઈએ ફરિયાદી માવજીભાઈ અને સાહેદને મારી નાખવાના ઈરાદે પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઈજા પહોચાડી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાવી છે તો માળિયા પોલીસે ૩૦૭,૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૪ તથા જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(6:49 pm IST)