Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબીના હરીપર ગામ નજીક ફેકટરીના પ્રદુષણથી ખેતીની જમીનને નુકશાન

પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ખેડૂતોએ રજૂઆત કરી

મોરબી તાલુકાના ગાળા, હરીપર અને કેરાળા ગામના ખેડૂતોએ હરીપર ગામની સીમમાં આવેલ ટાઈલ્સ કંપની દ્વારા પ્રદુષણ ફેલાવાતું હોય જેથી ખેતીને અને પાકને નુકશાન થતું હોવાની લેખિત રજૂઆત કરી છે
 ખેડૂતોએ જીપીસીબીમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગાળા, હરીપર અને કેરાળા ગામમાં ખેત જમીનમાં ખેડૂતોએ કપાસ, અળદ સહિતના પાકોનું વાવેતર કર્યું હોય જે કારખાનાના પ્રદુષણથી પાક નાશ પામેલ છે ફેક્ટરી હરીપરથી ગુંગણ જવાના રસ્તે આવેલ છે ખેડૂતોએ જુન માસ પહેલા કપાસ ઉગાડેલ જે પાકને ૫૦ દિવસ થઇ ગયા છે અને હજારો વીઘામાં પાક નાશ પામ્યો છે તેમજ જમીન ફળદ્રુપ હોય જેમાં બાગાયત પણ છે શેઢા પર આવેલ ઝાડ પણ સુકાઈ ગયા છે પાકનું વળતર જલ્દી આપવા વિનંતી કરી છે અને ખેડૂતોને વળતર ના મળે તો ગુજરાન કેવી રીતે ચલાવવું તેમ પણ જણાવ્યું છે

(6:50 pm IST)