Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ધોરાજી કિશાન સન્માન દિન કાર્યક્રમ યોજાયો:ધોરાજી તાલુકાના ચાર ગામોને કિશાન સૂર્યોદય યોજના નો શુભારંભ કરાવતા મંત્રી જયેશભાઈ રાદડિયા

કૃષિ -ઉર્જા અને અન્ય વિભાગોમાં ખેડૂતના હિતોને પ્રાધાન્યતા આપવા સરકાર કટિબદ્ધ :રાજ્યના ૧૭૦૦૦ ગામડાઓમાં ખેડૂતો ને ૨૦૨૨ ના અંત સુધીમાં કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે:જયેશભાઇ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષ  સરકારના વિકાસના કાર્યો અંતર્ગત ધોરાજી ખાતે  ઉપલેટા .ધોરાજી .જામ કંડોરણા .ના કિસાનોને સન્માન અને સહાય વિતરણ અર્થે કિસાન સન્માન દિન ની ઉજવણી  કાર્યક્રમ તેમજ સાત પગલાં ખેડૂત કલ્યાણ નો  કાર્યક્રમ  અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાજકોટ જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં યોજાયો

  આ પ્રસંગે ધોરાજી જામ કંડોરણા ઉપલેટા તાલુકાના ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાય કીટ ખેડૂત લાભાર્થીઓને વિતરણ કરાઇ હતી જેમાં ખેતીવાડી સહાય યોજના અંતર્ગત આઇ ખેડૂત પોર્ટલ પર થયેલ અરજીઓ ની સહાય મંજુર થયેલ તે ધોરાજી તાલુકા માંથી ૫૬૭ લાભાર્થીઓને ૧૪૨૭૩૧૬૮ રૂપિયાની સહાય રકમ અને ઉપલેટા તાલુકાના ૯૦૪ લાભાર્થી ખેડૂતોને ૨૫૩૪૨૫૭૧ રકમ ની સહાય અને જામકંડોરણા તાલુકાના ૭૮૭ લાભાર્થી ખેડૂતોને ૧૭૧૪૬૦૫૨ ની વિવિધ યોજનાકીય સહાય અર્પણ  કરાય.

 આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતાર્થે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી ખેડૂતોની સુખાકારી માટેના કાર્યો થઇ રહ્યા છે રાજ્યમાં આ અગાઉના સમયમાં ખેડૂતોને ખેતીવાડી માટે નાં વીજ જોડાણ મેળવવા વર્ષો સુધી રાહ જોવી પડતી હતી  એ ખેડુતોની વ્યથાનું નિવારણ સરકાર દ્વારા કરાયું છે અને આજે ખેડૂતો માંગે ત્યારે ખેતીવાડી નું વીજ જોડાણ મળે છે અને આગામી ૨૦૨૨ ના અંત સુધીમાં રાજ્યના ૧૭ હજાર થી વધુ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજનાનો લાભ આપી ખેડૂતોને દિવસમાં વીજળી આપવાનું કાર્ય વર્તમાન સરકાર દ્વારા કરાઇ રહ્યું છે આમ ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપી ગુજરાતનો ખેડૂત વધુ સમૃદ્ધ બને એ માટે  સરકાર દ્વારા ખેડૂતો ના ખેત ઉત્પાદન પાક ને  ટેકાના ભાવે ખરીદ કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી ખેડૂતોનું હિત જાળવ્યું છે  આમ જોઈએ તો ધરતીપુત્રોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ,કિસાન પરિવારની યોજના, દેશી ગાયના નિભાવ માટેની સહાય યોજના, જીવામૃત સહાય યોજના, ફળ-શાકભાજી વિક્રેતાને છત્ર એટલે કે છત્રી માટે ની યોજના ,સ્માર્ટ હેન્ડલ ટૂલ કીટ  અને કાંટાળી વાડ બનાવવા માટેની સહાય યોજના અમલમાં મૂકી ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ   આપી  તેમની આર્થિક સમૃદ્ધિ અને ખેત  ઉત્પાદન વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા દાખવી રહી છે.
 અંતમાં મંત્રી જયેશભાઇ રાદડીયા કટાક્ષ કરતા જણાવેલ કે હમણાં તાજેતરમાં જ ટોપીવાળા નીકળી પડ્યા છે અને કહે છે તે જેતપુરમાં થોડા દિવસ પહેલા કાર્યક્રમ થયો તેમાં નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણીના ફોટા લગાવ્યા છે જેનો વિરોધ કરતા હતા પરંતુ મારે ટોપી વાળા ને કહેવું છે કે દેશમાં અને ગુજરાતમાં જે વિકાસ કાર્યો કરે એના ફોટા લગાડવાના હોય ટોપી વાળાના ફોટા લગાડવાના ના હોય ..?
આ પ્રકારે તાજેતરમાં જ બહાર આવેલી ગુજરાતમાં આમ આદમી આપ પાર્ટી ઉપર નિશાન તાક્યું હતું
આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે પેલી ઓગસ્ટથી ૯-ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા પ્રજા લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે કિસાન સન્માન દિવસ કાર્યક્રમ તરીકે ઉજવાય રહ્યો છે ત્યારે મને કહેતા ખુશી થાય છે કે ગુજરાતમાં ખેડૂતોના ઉત્કર્ષ માટે સરકારે અનેક યોજનાઓ ની અમલવારી કરેલી છે ,ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઘર વપરાશ માટે ૨૪- કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ રહે છે અને કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પ્રાપ્ત થાય તે માટે આજે ત્રીજા તબક્કા નો પ્રારંભ ધોરાજીમાં થઈ રહ્યો છે એનાથી ધોરાજી તાલુકાના ચાર ગામો નાં ખેત વીજ જોડાણમાં આજથી દિવસ દરમિયાનનો  વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે તે ખેડૂતો નાં  હિત ની વાત છે.
ઉલ્લેખનીય છે કે ધોરાજી ખાતે કિસાન સન્માન દિન કાર્યક્રમમાં સીમાંત ખેડૂતો માટે સ્માર્ટ ટૂલ કીટ. કિસાન પરિવહન યોજના પૂર્વ મંજૂરી પત્ર .દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત તમને એક ગાય માટે નિભાવ ખર્ચ માં સહાય હુકમ. ફળ શાકભાજી બગડતા અટકાવવાના વેચાણકારો ને છત્રી અને શેડ પૂરા પાડવાની સહાય યોજના તેમજ ખેતર ફરતે કાંટાવાળી તારની વાડ યોજના ના ત્રણેય તાલુકાના ૨૫ લાભાર્થી ખેડૂતોને કીટ મંજૂરી પત્ર અને  પેમેન્ટ હુક્કમો  મંત્રી જયેશભાઇ રાદડીયા  તેમજ કલેકટર રાજકોટ અને  મહાનુભાવ હસ્તે  અર્પણ કરાયા હતા
ઉપરાંત  ધોરજી જામ કંડોરણા ઉપલેટા  તાલુકાના અન્ય લાભાર્થીઓને મંજુર થયેલ સહાય ૨૨૫૮ લાભાર્થી  ખેડૂતોને પહોંચતી કરવામાં આવશે
આ પ્રસંગે ધોરાજીના પ્રદેશ ભાજપ સભ્ય વી. ડી પટેલ  પ્રાસંગિક ઉદબોધન કરેલ અને વી જે ખાંટ  કાર્યપાલક ઇજનેર જેટકો  એ સૌને આવકાર્યા હતા અને પ્રદેશ ભાજપ સભ્ય  દિનેશભાઈ અમૃતિયા જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપિયા પૂર્વ નગરપતિ હરકિશન માવાણી ધોરાજી વેપાર ઉદ્યોગ મહા મંડળ પ્રમુખ લલિતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી  કિશોરભાઈ રાઠોડ  કાંતિભાઈ જાગાણી  કે પી માવાણી  શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા  મનીષભાઈ કંડોલીયા તાલુકા મહામંત્રી જંનકસિંહ જાડેજા તાલુકા પંચાયત ના રસિકભાઈ ચાવડા સહિત ધોરાજીના અગ્રગણ્ય આગેવાનો સહ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને ધોરાજી પ્રાંત મિયાણી મામલતદાર કિશોરભાઈ જોલાપરા  સહિત  લાભાર્થી ખેડુતો ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમના અંતે જિલ્લા ખેતીવાડી અધિકારી આર આર આર ટીલવા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

(9:40 pm IST)