Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

૧.૩૪ લાખના દારૂ સહિત કુલ ર.૩૭ લાખના મુદ્દામાલ સાથે બેને પકડી પાડતી જેતપુર તાલુકા પોલીસ

જેતપુર, તા. પ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ પ્રોહી-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પી.એસ. ગોસ્વામી, જેતપુર વિભાગ જેતપુરના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સ્ટાફ સાથે જેતપુર જુનાગઢ ને.હા. રોડ પર વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન જુનાગઢ રોડ સાંકળી ગામના પાટીયા પાસેથી હોન્ડા સીટી કાર નંબર જી.જે.૦૩બી.એ.-૩૩૩૦ વાળીમાં આરોપી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી લઇ નીકળતા કાર રોકતા રોકાયેલ નહીં જેને આગળ જઇ કોર્ડન કરી પકડી પાડતા નીચે વિગતોનો મુદામાલ મળી આવેલ હોય ઇંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

મનોજ ઉર્ફે મુન્નો ઉર્ફે રાજાભાઇ શામળાભાઇ ભાંગરા જાતે રબારી રે. પાદરીયા, હાવેશ વીરા રાડા બારી રે.જુનાગઢ પાસેથી ઇંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૪૪૮ કિ.રૂ.૧,૩૪,૪૦૦/-, હોન્ડા સીટી કાર રજી નંબર જીજે-૦૩-બી.એ.-૩૩૩૦ કિ.રૂ. ૧,૦૦,૦૦૦, મોબાઇલ ફોન એક કિ.રૂ. ૩૦૦૦, કુલ રૂ. ર,૩૭,૪૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

પી.જે. બાંટવા પો.સબ ઇન્સ., બી.એચ. માલીવાડ એ.એસ.આઇ., રાજુભાઇ શામળા પો.કોન્સ., રાજુભાઇ મકવાણા પો.કોન્સ. વગેરે કામગીરી હતી.

(11:27 am IST)