Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૦ દિવસથી પાણી વિતરણ ઠપ્પ : પાલિકા કચેરીએ ઉગ્ર રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૫: મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પીવાના પાણીની લાઈન તૂટી ગઈ હોય અને રહીશોને છેલ્લા દસ દિવસથી પાણી મળ્યું ના હોય જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોએ પાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સોસાયટીના રહીશોને પાણી મળતું ના હોય જેથી આજે સોસાયટીના પ્રમુખની આગેવાનીમાં સ્થાનિકો પાલિકા કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી ચીફ ઓફિસરને આવેદન પાઠવી જણાવ્યું છે કે કંડલા બાયપાસ રોડ પર આવેલ પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં પાણી ભરાતા પાલિકા દ્વારા પાણી નિકાલ માટે જેસીબી મુકવામાં આવેલ પરંતુ જેસીબી ચાલકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવતા પાણીની લાઈન તોડી નાખતા સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણી આવ્યું નથી જેથી સોસાયટીમાં પાણી વિતરણ થતી લાઈન તાત્કાલિક બદલી આપવા માંગ કરવામાં આવી છે.

(11:29 am IST)