Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ભાવનગરમાં ભાઇને છરી ઝીંકનાર ઉદ્યોગપતિ મેહુલ તંબોલી ૧ દિવસના રિમાન્ડ ઉપર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. પઃ ભાવનગરમાં ભાઇને છરી મારનાર ઉદ્યોગપતિ મેહુલ તંબોલીને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે ૧ દિવસનાં રીમાન્ડ મંજુર કર્યા છે.

ભાવનગરમાં ચર્ચાસ્પદ બનેલા બનાવમાં તંબોલી કાસ્ટીંગ લિમીટેડ કંપનીની બોર્ડ ડિરેકટરોની મીટીંગમાં ઉદ્યોગપતિ મેહુલભાઇ તંબોલી એ તેના સગાભાઇ વૈભવ તંબોલી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

દરમ્યાન બનાવ બાદ નાસી ગયેલા મેહુલભાઇ તંબોલી વરતેજ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે કોરોના રીપોર્ટ કર્યા બાદ તેની અટકાયત કરી હતી.

દરમ્યાન વરતેજ પોલીસનાં પો.સ.ઇ. એમ. એસ. જાડેજાએ મેહુલભાઇને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસનાં રીમાન્ડનીમ ાંગણી કરેલ અને કોર્ટે એક દિવસનાં રીમાન્ડ મંજુર કરેલ છે. પોલીસે મેહુલભાઇ પાસેથી છરી કબ્જે કરી છે.

(11:33 am IST)