Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કોરોના કહેર વચ્ચે પણ

વાંકાનેર સિવિલ હોસ્પિટલની બંને એમ્બ્યુલન્સ બંધ : કોણ જવાબદાર ?

વાંકાનેર,તા.૫: વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને લાવવા લઈ જવા માટે તેને સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે બંને એમ્બ્યુલસ બંધ હાલતમાં પડેલ છે જેથી કરીને દર્દીઓ રામ ભરોસે હોય તેવો ઘાટ હાલમાં વાંકાનેર ની અંદર જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા લોકોને સારી આરોગ્યલક્ષી સુવિધા મળે તેના માટે તે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવતા હોય છે પરંતુ સ્થાનિક અધિકારીઓની બેદરકારીને કારણે ઘણી વખત સુવિધા હોવા છતાં પણ તેનો દર્દીઓને લાભ મળતો નથી આવો જ કંઇક ઘાટ હાલમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યો છે.

વાંકાનેર સિવિલ હોસ્પિટલને સરકાર દ્વારા કુલ મળીને બે એમ્બ્યુલન્સ લોકોને સારવાર માટે લાવવા અને લઈ જવા માટે આપવામાં આવેલ છે પરંતુ આ બંને એમ્બ્યુલન્સ હાલમાં બંધ હાલતમાં પડેલ છે અને છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે દર્દીઓને કોઈપણ જગ્યાએ લેવા જવા હોય અથવા તો વાંકાનેર સિવિલ હોસ્પિટલથી રાજકોટ કે અન્યત્ર સારવાર માટે ખસેડવામાં હોય તો સુવિધા ન હોવાના કારણે ખાનગી વાહન બોલાવવા પડે છે અથવા તો દર્દીને ૧૦૮ મારફતે સારવાર માટે લઈ જવા પડતા હોય છે.

આવા સંજોગોમાં બેદરકાર અધિકારીની સામે આકરા પગલા લેવામાં આવે અને બંધ પડેલ એમ્બ્યુલન્સને શરૂ કરવામાં આવે તેવી માગણી અને લાગણી લોકોએ વ્યકત કરેલ છે.

(11:33 am IST)