Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ખંભાળિયામાં ૧૦૦ ઇંચ વરસાદ પછી પણ નળમાં પાણી નથી આવતું: મહિલાઓ બેડા લઇ પાલિકા પહોંચી !!

ખંભાળીયા તા. પઃ ખંભાળિયામાં ૧૦૦ ઇંચ વરસાદ પડવા છતાં પણ પાણીની લાઇનો તણાઇ જવાથી ગત ૩૧/૮ ની નળના પાણી ૬પ ટકા ઉપરાંતની વસતિને ના મળતા તથા નાના ર૦૦ લીટરના રીક્ષા ૧પ૦ થી ર૦૦ રૂ. મળતા હોય હાલ કોરોના મહામારીમાં રોજીરોટી માટે વલખા મારતી જનતા ગરીબ મધ્યમ વર્ગને પીવાનું પાણી પણ ના મળે તેવું થતાં વોર્ડ નં. ૪ ની મહિલા આગેવાનો રેખાબેન ગઢવી તથા સેજલબેન પરમારની આગેવાની સાથે બેડા લઇને પાલિકા કચેરીએ ઉમટી હતી તથા નિંદ્રાધીન પાલિકા તંત્ર છ દિવસથી પાણી ના આપતું હોય રામધૂન બોલાવીને વિરોધ વ્યકત કર્યો હતો તથા જયાં સુધી નળની લાઇનો ચાલુ ના થાય ત્યાં સુધી વૈકલ્પીક ટેંકરની વ્યવસ્થા કરવાની માંગ કરીને બંધ ડંકી હેન્ડપંપ તાકીદે ચાલુ કરવા માંગ કરી હતી.

જશુબેન, હીનાબેન, નસીમબેન શેખ, એસ. કે. જોશી, હકીસાબેન શેખ, વર્ષાબેન મકવાણા, ઉર્મિલાબેન આર., રેખાબેન મેતિયા વિ. પણ જોડાયા હતા તથા જિલ્લા કલેકટર તથા આસી. કલેકટરને પણ રજુઆત કરીને જલદી વ્યવસ્થા નહીં થાય તો જલદ કાર્યક્રમો કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.

(11:34 am IST)